ભારતે સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યા બે ગોલ્ડ, આનંદકુમાર અને કૃષ શર્માએ રચ્યો ઈતિહાસ
Speed Skating World Championships: ભારતે ગ્લોબલ સ્કેટિંગના મંચ પર એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આના એક દિવસ પહેલા જ વેલકુમારે 500 મીટર સ્પ્રિન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Speed Skating World Championships: ભારતે ગ્લોબલ સ્કેટિંગના મંચ પર એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચીનમાં યોજાયેલી સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આનંદ કુમાર વેલકુમારે દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 22 વર્ષીય યુવા ખેલાડીએ 1:24.924 સેકન્ડના સમય સાથે સિનિયર પુરુષોની 1000 મીટર સ્પ્રિન્ટ રેસ જીતી અને આ રમતમાં તે ભારતનો પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.
🚨 IT'S HISTORY GETTING CREATED FOLKS 🤯
— The Khel India (@TheKhelIndia) September 15, 2025
INDIA'S ANANDKUMAR VELKUMAR IS THE WORLD SPEED SKATING CHAMPION 2025!🏆
He becomes First Ever India to win the GOLD Medal in 1000m Sprint at World C'ship 🏅
IT SHOULD BE HEADLINE OF INDIAN SPORT! 🇮🇳pic.twitter.com/fvDy5OU3FF
આના એક દિવસ પહેલા જ વેલકુમારે 500 મીટર સ્પ્રિન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે રેસમાં તેણે 43.072 સેકન્ડમાં ભારત માટે પહેલો સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીત્યો હતો. વધુ એક ગોલ્ડ મેડલ ઉમેરીને ક્રિશ શર્માએ જૂનિયર 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે આ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં આનંદ કુમાર વેલકુમારે ચેંગદુમાં વર્લ્ડ ગેમ્સમાં 1000 મીટર સ્પ્રિન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે રોલર સ્પોર્ટ્સમાં પહેલો મેડલ જીત્યો હતો. 2021માં તેણે જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 15 કિમી એલિમિનેશન રેસમાં સિલ્વર મેડલ જીતીને તેમના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની ઝલક આપી હતી. આ પછી 2023માં તેણે હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં 3000 મીટર ટીમ રિલેમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આનંદ કુમાર વેલકુમારની સિદ્ધિનું મહત્વ
આનંદ કુમાર વેલકુમારના સતત ઉત્કૃષ્ટ પ્રદર્શને પરંપરાગત રીતે આ રમતમાં યુરોપિયન, લેટિન અમેરિકન અને પૂર્વ એશિયન દેશોના પ્રભુત્વને તોડી નાખ્યું છે. તેમના શાનદાર પ્રદર્શનને ભારતીય રોલર સ્પોર્ટ્સમાં ક્રાંતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
સ્કેટિંગમાં ભારતનો નવો યુગ
આનંદ વેલકુમારની સિદ્ધિઓ ફક્ત વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે. એશિયન ગેમ્સ, વર્લ્ડ ગેમ્સ, જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને તેણે વૈશ્વિક નકશા પર ભારતીય સ્કેટિંગને મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. તેમનું પ્રદર્શન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ રહેશે.





















