શોધખોળ કરો
શ્રીલંકાના આ સ્ટાર ક્રિકેટરની કારે એક વ્યક્તિને ઉડાવ્યો, પોલીસે કરી ધરપકડ, જાણો વિગત
વિકેટકિપર બેટ્સમેન કુસલ મેંડિસે શ્રીલંકા તરફથી 2015માં ડેબ્યૂ કર્યુ હતું.

કોલંબોઃ શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન કુસલ મેંડિસની રવિવારે પોલીસે ધરપકડ કરી હતી. કોલંબોના પાનાડુરા વિસ્તારમાં મેંડિસની કાર સાથે અથડાઈને એક 74 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું, જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. મેંડિસને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શ્રીલંકાની નોર્ધન પોલીસના સ્પોક્સપર્સન એસએસપી જાલિયા સેનારત્નેએ ધરપકડના સમાચાર આપ્યા હતા. રવિવારે સવારે આશરે સાડા પાંચ કલાકે પુંડાસા રોડ પર મેંડિસની કારનું એક્સિડેન્ટ થયું હતું. જેમાં 74 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતક સાઇકલ સવાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સોમવારે મેંડિસને કોર્ટમાં રજૂ કરાશે. વિકેટકિપર બેટ્સમેન કુસલ મેંડિસે શ્રીલંકા માટે 2015માં ડેબ્યૂ કર્યુ હતું. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો અગ્રણી બેટ્સમેન છે. મેંડિસે શ્રીલંકા તરફથી 44 ટેસ્ટમાં 2,995 રન, 76 વન ડેમાં 2,167 અને 26 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 484 રન બનાવ્યા છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમે આશરે અઢી મહિના બાદ ટ્રેનિંગ શરૂ કરી હતી. આઈસીસીના ફ્યુચર પ્રોગ્રામ ટુર અંતર્ગત શ્રીલંકાએ ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. કાનપુર કેસઃ પોલીસને મળી મોટી સફળતા, વિકાસ દુબેનો ખાસ સાથી દયાશંકર પકડાયો કોરોના અપડેટઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી વધારે કેસ, 613 લોકોના મોત
વધુ વાંચો





















