હથારુસિંઘાએ કહ્યું હતું કે, અમે તેને ફિટ જોવા માંગીએ છીએ. 2017માં તેની એવરેજ 59ની રહી છે અને હું આ વાત જાણું છું પણ જો તમે જુવો તો તે 64 રન આઉટનો ભાગ રહ્યો છે. જેમાં 49 વખત તેણે બીજાને રન આઉટ કરાવ્યા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. કોચે કહ્યું હતું કે હું તેને ફ્રેશ થઈને ફરી પાછો ફરતો જોવા માંગુ છું અને સ્પષ્ટ રીતે શ્રીલંકાની ટીમ માટે રમતો જોવાની ઇચ્છા છે.
2/3
શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના મુખ્ય પસંદગીકાર ગ્રેમ લેબરોયે કહ્યું છે કે વિકેટો વચ્ચે ઝડપી દોડી ન શકતો હોવાના કારણે બહાર કરવામાં આવ્યો છે. ટીમના કોચ ચંડીકા હથારુસિંઘાએ કહ્યું છે કે તેને લાગે છે કે મેથ્યુઝ પોતાની મરજીથી જ રન લેશે અને બીજા છેડ રહેવા બેટ્સમેન તરફ ધ્યાન આપતો નથી અને આ કારણે કે ઘણી વખત બીજા ખેલાડીને રન આઉટ પણ કરાવી બેસે છે.
3/3
કોલંબીઃ વનડે ટીમમાંથી કેપ્ટનશીપમાંથી હાલમાં જ હટાવવામાં આવ્યા બાદ શ્રીલંકના ક્રિકેટ બોર્ડે એન્જેલો મેથ્યૂઝને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝમાંથી પણ બહાર કર્યો છે. શ્રીલંકા ક્રિકેટની પસંદગી સમિતિએ મેથ્યૂઝને બહાર કરવા પાછળ ફિટનેસનું કારણ આપ્યું છે.