શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus સામેની લડાઈમાં આગળ આવ્યો ટીમ ઇન્ડિયાનો આ કોચ, ચાર લાખ રૂપિયા આપ્યા દાનમાં
હાલમાં ઘણાં ખેલાડી કોરોના વાયરસ સામે લડાઈમાં ખુલીને આગળ આવી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરથી દુનિયામાં કોઈ નથી બચી શક્યું. આવા મુશ્કેલ સમયમાં રમત સાથે જોડાયેલ લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે કોવિડ-19 સામેની લડાઈમાં ચાર લાખ રૂપિયા દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે બે લાક રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડ અને 1.5 લાખ રૂપિયા તેલંગાના મુખ્યમંત્રી રાહત ફંડ ઉપરાંત 50,000 રૂપિયા સિકંદરા કેન્ટોનમેન્ટ બોર્ડમાં આપવાનો નિર્ણય કર્યો છે.
શ્રીધરે ટ્વીટર પર લખ્યું, “એક ગૌરવાન્વિત ભારતીય નાગરિક તરીકે હું પ્રધાનમંત્રી રાહત ફંડમાં બે લાખ અને 1.5 લાખ રૂપિયા તેલંગાના મુખ્યમંત્રી રાહત કોષમાં 50,000 રૂપિયા સિકંદરાબાદ કેન્ટ બોર્ડમાં આપવાનો નિર્ણય કર્યો છે.”
હાલમાં ઘણાં ખેલાડી કોરોના વાયરસ સામે લડાઈમાં ખુલીને આગળ આવી રહ્યા છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ ત્રણ કરોડ રૂપિયાની મદદ કરી છે. રોહિત શર્માએ 80 લાખ અને અજિંક્ય રહાણેએ 10 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયાની મદદનો નિર્ણય કર્યો છે.
કેકેઆર પણ આવ્યું આગળ
ઇન્ડિ પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી કોલકાત નાઈટ રાઈડર્સે પણ આ લડાઈમાં મદદ માટે હાથ લંબાવ્યો છે. કોલકાતા નાઈટરાઈડર્સે મહારાષ્ટ્ર સરકાર અને પશ્ચિમ બંગાલ સરકારને ડોક્ટર્સ માટે 50 હજાર પીપીઈ સેટ આપવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion