શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાને મળ્યો બીજો 'યુવા મલિંગા', હુબહુ મલિંગા જેવી એક્શનથી 'યોર્કર' મારીને ઝડપી રહ્યો છે વિકેટો
મથિશા પથિરાના એક યોર્કર ફેંકે છે જે એકદમ હુબહુ મલિંગા જેવો જ છે, અને વિકેટ ઝડપે છે. મથિશા પથિરાના હાલ 17 વર્ષનો છે
નવી દિલ્હીઃ ક્રિકેટ ઇતિહાસમાં શ્રીલંકન બૉલર લસિથ મલિંગાનું નામ એક એવા બૉલર તરીકે અંકિત થઇ ચૂક્યુ છે, જેને ક્યારેય ભૂલાવી શકાય નહીં. મલિંગાને યોર્કર કિંગ કહેવામાં આવે છે, વનડે, ટી20 અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં મલિંગાની બૉલિંગ કમાલ દુનિયા જોઇ ચૂકી છે. જોકે હવે મલિંગાએ ટેસ્ટ અને વનડે ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે. આ સાથે જ શ્રીલંકન ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એટલે કે શ્રીલંકન ક્રિકેટને એક બીજો યુવા મલિંગા મળી ગયો છે. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે એક કૉલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટનો છે. મથિશા પથિરાના નામનો બૉલર હૂબહુ મલિંગા જેવી એક્શનમાં બૉલિંગ કરી રહ્યો છે. આ બૉલરે કૉલેજ ટૂર્નામેન્ટમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપતા જ તે ચર્ચામાં આવ્યો છે.
અહીં જે વીડિયો છે તેમાં મથિશા પથિરાના એક યોર્કર ફેંકે છે જે એકદમ હુબહુ મલિંગા જેવો જ છે, અને વિકેટ ઝડપે છે. મથિશા પથિરાના હાલ 17 વર્ષનો છે અને શ્રીલંકન ક્રિકેટ માટે પોતાની દાવેદારી પાક્કી કરી છે.
Trinity College Kandy produces another Slinga !!
17 Year old Matheesha Pathirana took 6 wickets for 7 Runs on his debut game for Trinity !! #lka pic.twitter.com/q5hrI0Gl68 — Nibraz Ramzan (@nibraz88cricket) September 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement