શોધખોળ કરો
કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો
પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના મતે આગામી ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી બને તેટલી વધુ યુવાઓને તક આપવી જોઇએ
![કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો sunil gavaskar says rishabh pant is best option for world cup 2020 કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20150659/Gavaskar-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઋષભ પંતને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપ માટે ઋષભ પંતને હીરો ગણાવ્યો છે. હાલ ઋષભ પંતનુ ફોર્મ એકદમ ખરાબ ચાલી રહ્યું છે, એક-એક રન માટે તરસી રહ્યો છે.
પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના મતે આગામી ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી બને તેટલી વધુ યુવાઓને તક આપવી જોઇએ.
ગાવસ્કરે કહ્યું કે, હવે આપણી પાસે ધોની નથી, મારી વર્લ્ડકપ ટી20 ટીમમાં ધોની સામેલ નથી. જો તમે ટી20 વર્લ્ડકપની વાત કરો તો હું ઋષભ પંત વિશે જરૂર વિચારીશ. ઋષભ પંત આગામી વર્લ્ડકપ માટે ટીમનો હીરો સાબિત થઇ શકે છે. જો છતાં પણ પંત સારુ નથી કરતો તો સંજુ સેમસન એક વિકલ્પ છે.
ખાસ વાત છે કે, પંતની કમજોરી તેના શોર્ટ સિલેક્શન છે, તે આવતાની સાથે જ મોટા ફટકા મારવાનુ વિચારે છે. પંતે મોહાલીમાં 4 રન, અને ગયા મહિનાની વેસ્ટઇન્ડિઝ સામેની ટી20 સીરીઝમાં એક મેચમાં 69 રન બનાવ્યા હતા, જોકે વનડે સીરીઝમાં તે માત્ર 20 રન જ બનાવી શક્યો હતો.
Created with GIMP
![કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20150725/World-Cup-71-300x169.jpg)
![કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20150705/Gavaskar-06-300x169.jpg)
![કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20150758/Pant-Dd-02-300x164.jpg)
![કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20150814/Pant-F-04-300x161.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)