શોધખોળ કરો
BCCIને રાજ્યોને ફંડ આપવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટ 17 ઓક્ટોબરે સંભળાવશે નિર્ણય

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટમાં લોઢા કમિટી અને બીસીસીઆઈની વચ્ચે ચાલી રહેલા તણાવમાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે આ મામલાની સૂનવણી 17 ઓક્ટોબરે થશે અને તેજ દિવસે કોર્ટ પોતાનો નિર્ણય આપશે. સુપ્રીમ કોર્ટ આગલા દસ દિવસો સુધી રજાઓના કારણે બંધ રહેશે. જો કે, સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ દ્વારા રાજ્ય એસોસિએશનોને ફંડ આપવા પર રોક લગાવી દીધી છે. આ રોક એસોસિએશનો દ્વારા લોઢા કમિટીની ભલામણોને માનવાના પ્રસ્તાવ પાસ નહી થાય ત્યાં સુધી રહેશે. સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુરને કહ્યું છે કે તે આઈસીસી ચીફથી લોઢા કમિટીની ભલામણોને લઈને થયેલી પોતાની વાતચીતને લઈને સોંગદનામું દાખલ કરે. એના પહેલા કોર્ટે બીસીસીઆઈ પાસેથી લોઢા કમિટીની ભલામણોને કોઈપણ જાતની શરત માનવા માટે કહ્યું હતું અને આ વિશે અંડરટેકિંગ આપવાનું કહ્યું હતું. બીસીસીઆઈના વકીલ કપિલ સિબ્બલની આ મુદ્દે અસમર્થતા હોવાના કારણે કોર્ટે બીસીસીઆઈને એક દિવસનો સમય આપ્યો હતો. જો કે શુક્રવારે આવનાર નિર્ણય આગળ ટળી ગયો છે અને તેમાં બીસીસીઆઈને થોડી રાહત મળી ગઈ છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















