શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ખેલાડીએ 55 બોલમાં ઝૂડી નાંખ્યા 147 રન, ફટકાર્યા 15 છગ્ગા
નવી દિલ્હીઃ મુંબઈના યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરે ગુરુવારે શાનદાર બેટિંગ કરતાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 24 વર્ષના અય્યરે ટી20માં સૌથી મોટી ઇનિંગ (147 રન) રમનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયા છે. તેણે આ મામલે ટી20ના મહારથી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કીમ સામે 55 બોલમાં 147 રનની ઇનિંગ્સ રમી હતી. તેની આ ઇનિંગ્સની મદદથી ઇન્દોરમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 258 રન બનાવ્યા હતા. આ ભારતમાં ત્રીજો અને કુલ સાતમો બેસ્ટ ટી-20 સ્કોર છે. જવાબમાં સિક્કીમની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 104 રન બનાવી શકી હતી. મુંબઈનો આ મેચમાં 154 રને વિજય થયો હતો.
ઐયરે 147 રનની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 38 બોલમાં 100 રન પુરા કર્યા હતા. આ ટી-20 ક્રિકેટમાં ચોથી સૌથી ફાસ્ટેસ્ટ સદી છે. રિષભ પંતે દિલ્હી તરફથી રમતા હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી, જે ભારતીય રેકોર્ડ છે. ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. ગેઈલે 2013માં આરસીબી તરફથી રમતા પૂણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement