શોધખોળ કરો
આ બેટ્સમેને રચ્યો ઇતિહાસ, ટી20 મેચમાં ફટકાર્યા આટલા બધા છગ્ગા, જાણો વિગતે
નેધરલેન્ડ સામે બેટિંગ કરતાં સ્કૉટેલેન્ડના ઓપનર બેટ્સમેન જ્યોર્જ મુનસેએ 41 બૉલમાં પોતાની સદી પુરી કરી, તેમાં તેને 5 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા
![આ બેટ્સમેને રચ્યો ઇતિહાસ, ટી20 મેચમાં ફટકાર્યા આટલા બધા છગ્ગા, જાણો વિગતે t20 record: scotland cricketer george munsey hits 14 sixes in t20i આ બેટ્સમેને રચ્યો ઇતિહાસ, ટી20 મેચમાં ફટકાર્યા આટલા બધા છગ્ગા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/17114731/munsey-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપની હજુ એક વર્ષની વાર છે, હાલમાં કેટલીક ટીમો પોતાની ક્વૉલિફાયર મેચો રમીને ટૂર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવવા માટે કોશિશ કરી રહી છે. સ્કૉટલેન્ડ અને નેધરલેન્ડની ટીમો પણ આ લિસ્ટમાં આવવા માટે પ્રયાસો કરી રહી છે. આ બન્ને ટીમો વચ્ચે રમાયેલા ક્વૉલિફાયર મેચમાં એક મોટો રેકોર્ડ બન્યો છે.
સ્કૉટલેન્ડના ધાકડ બેટ્સમેન જ્યોર્જ મુનસેએ ટી20 ક્રિકેટમાં 56 બૉલમાં આક્રમક બેટિંગ કરીને સદી ફટકારતા 127 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેને અનેક પ્રકારના કિર્તિમાન પોતાના નામે કરી લીધા, ટી20 ક્રિકેટમાં તેને 200 રનોની ભાગીદારી સાથે ટીમનો સ્કૉર 252/3 સુધી પહોંચાડી દીધો હતો.
નેધરલેન્ડ સામે બેટિંગ કરતાં સ્કૉટેલેન્ડના ઓપનર બેટ્સમેન જ્યોર્જ મુનસેએ 41 બૉલમાં પોતાની સદી પુરી કરી, તેમાં તેને 5 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા.
આ ઇનિંગની સાથે જ જ્યોર્જ મુનસે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં 14 છગ્ગા મારવા વાળો બીજા નંબરને બેટ્સમેન બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આઇસીસી વર્લ્ડકપ ક્વૉલિફાયરની શરૂઆત નવેમ્બરમાં થશે, જ્યારે સ્કૉટલેન્ડ, આયરલેન્ડ અને નેધરલેન્ડ આગામી સપ્તાહે ત્રિકોણીય સીરીઝ રમશે.
![આ બેટ્સમેને રચ્યો ઇતિહાસ, ટી20 મેચમાં ફટકાર્યા આટલા બધા છગ્ગા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/17114751/munsey-04-300x249.jpg)
![આ બેટ્સમેને રચ્યો ઇતિહાસ, ટી20 મેચમાં ફટકાર્યા આટલા બધા છગ્ગા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/17114744/munsey-03-300x180.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)