શોધખોળ કરો

ICCની ટી20 વર્લ્ડકપની બેસ્ટ ટીમ જાહેર, એકપણ ભારતીયને ના મળ્યુ સ્થાન, આ પાકિસ્તાની બન્યો કેપ્ટન, જાણો કોણે સિલેક્ટ કર્યા ખેલાડીઓ.......

ટી20 ફોર્મેટમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાના હાથે સૌથી મોટો ખિતાબ લાગ્યો છે, 14 વર્ષના વનવાસ બાદ ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન બન્યુ છે.

T20 WC: ટી20 વર્લ્ડકપનુ સમાપન થઇ ગયુ છે, 45 મેચ સુધી ચાલેલા આ જંગમાં ઓસ્ટ્રેલિયા મોટુ વિજેત બનાનીને સામે આવ્યુ છે. ટી20 ફોર્મેટમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાના હાથે સૌથી મોટો ખિતાબ લાગ્યો છે, 14 વર્ષના વનવાસ બાદ ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન બન્યુ છે. વર્લ્ડકપ ફાઇનલ જીત્યા બાદ આખી ટીમે જબરદસ્ત રીતે જશ્ન મનાવ્યો અને તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હવે આઇસીસીએ ટી20 વર્લ્ડકપની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે, જેમાં પાકિસ્તાનના બાબર આઝમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

પ્લેઇંગ ઇલેવન ઉપરાંત એક 12મો ખેલાડી પણ પસંદ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે આમાં એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી. આઇસીસીની મૉસ્ટ વેલ્યૂએબલ ટીમમાં કયા કયા ખેલાડીઓ છે જુઓ..............  

આઇસીસીની બેસ્ટ ટીમ (બેટિંગ ઓર્ડર અનુસાર)
1. ડેવિડ વૉર્નર (ઓસ્ટ્રેલિયા) – 289 રન, 48.16 એવરેજ
2. જૉસ બટલર (વિકેટકીપર, ઇંગ્લેન્ડ) - 269 રન, 89.66 એવરેજ. 5 આઉટ પણ.
3. બાબર આઝમ, કેપ્ટન (પાકિસ્તાન) - 303 રન, 60.60 એવરેજ 
4. ચરિથ અસલન્કા (શ્રીલંકા) - 231 રન, 46.20 એવરેજ
5. એડમ માર્કરમ (સાઉથ આફ્રિકા) - 162 રન, 54.00 એવરેજ
6. મોઇન અલી (ઇંગ્લેન્ડ) - 92 રન, 7 વિકેટ
7. વી. હસરંગા (શ્રીલંકા) - 16 વિકેટ, 9.75 એવરેજ
8. એડમ ઝામ્પા (ઓસ્ટ્રેલિયા) - 13 વિકેટ, 12.07 એવરેજ
9. જૉશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા) - 11 વિકેટ, 15.90 એવરેજ
10. ટ્રેન્ટ બૉલ્ટ (ન્યૂઝીલેન્ડ) - 13 વિકેટ, 13.30 એવરેજ
11. એનરિક નોર્ખિયા (સાઉથ આફ્રિકા) - 9 વિકેટ, 11.55 એવરેજ
12 મો ખેલાડી - શાહીન આફ્રિદી (પાકિસ્તાન) - 7 વિકેટ, 24.14 એવરેજ 

ઉલ્લેખનીય છે કે, આઇસીસીની એક સિલેક્શન પેનલે આઇસીસીની આ ટીમને પસંદ કરી છે, આમાં ઇયૉન બિશપ (કન્વિનર), એ.જર્મેનૉસ, શેન વૉટસન, એલ બૂથ, શાહિદ હાશમી સહિતના એક્સપર્ટ્સ હતા.  

એકપણ ભારતીય ખેલાડીને ના મળી ટીમમાં જગ્યા- 
ટી20 વર્લ્ડકપની બેસ્ટ ટીમમાં એકપણ ભારતીય ખેલાડીને જગ્યા નથી મળી, ભારત તરફથી કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહએ સૌથી વધુ રન, વિકેટ લીધી હતી. પરંતુ વર્લ્ડકપમાં તમામ ખેલાડીઓના લિસ્ટમાં તે ખુબ પાછળ રહ્યાં. ટીમ ઇન્ડિયા માટે આ વર્લ્ડકપ ખુબ નિરાશાજનક રહ્યો હતો.

પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ જેવી મૂજબૂત ટીમો સામે હાર્યા બાદ ભારત માત્ર અફઘાનિસ્તાન, સ્કૉટલેન્ડ અને નામિબિયાને જ હરાવી શક્યુ હતુ. આ કારણે ભારત સેમિ ફાઇનલમાં ના પહોંચી શક્યુ. આઇસીસીની ટીમમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડી છે, જ્યારે બાબર આઝમ એકલો પાકિસ્તાની ખેલાડી છે. જોકે પાકિસ્તાનના શાહિન આફ્રિદીને 12માં ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યુ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget