શોધખોળ કરો
Advertisement
ધવન, ભૂવનેશ્વર બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર થયો ઈજાગ્રસ્ત, જાણો
આઈસીસી વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓ ઈજાનો શિકાર થઈ રહ્યા છે. ધવન અને ભુવનેશ્વર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરને ટ્રેનિંગ દરમિયાન પગના અંગુઠામાં ઈજા થઈ છે.
નવી દિલ્હી: આઈસીસી વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓ ઈજાનો શિકાર થઈ રહ્યા છે. ધવન અને ભુવનેશ્વર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરને ટ્રેનિંગ દરમિયાન પગના અંગુઠામાં ઈજા થઈ છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડી વિજય શંકરને ઈજા વધારે નથી થઈ. બુધવારે ટ્રેનિંગ દરમિયાન જસપ્રિત બુમરાહનો યોર્કર વિજય શંકરના પગમાં લાગતા અંગુઠામાં ઈજા પહોંચી હતી. વિજય શંકર થોડી વાર માટે દુખાવો રહ્યો હતો.
ટીમના સુત્રોએ જણાવ્યું કે ઈજાને લઈને ચિંતાની કોઈ વાત નથી. વિજય શંકરના પગમાં બોલ લાગ્યો ત્યારે થોડો દુખાવો થયો હતો પરંતુ બાદમાં બધુ ઠીક થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયા બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. ધવનને ઓસ્ટ્રેલિયા સામે કુલ્ટર નાઈલનો દડો ડાબા હાથના અંગુઠા પર લાગતા ફેક્ચર થયું હતું. હવે તે વર્લ્ડકપ 2019માંથી બહાર થઈ ગયો છે. વળી પાકિસ્તાન સામેની મેચમાં ફાલ્ટ બોલર ભુવનેશ્વરને પણ ઈજા પહોંચતા તે પણ ટીમની બહાર થયો હતો. હવે વિજય શંકરના રૂપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો લાગ્યો છે.????????#TeamIndia gearing up for the game against Afghanistan ???????? pic.twitter.com/mde0Sm4mG4
— BCCI (@BCCI) June 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion