શોધખોળ કરો
રિષભ પંતની બટિંગને લઈ કોચ વિક્રમ રાઠોડે કહ્યું, ફિયરલેસ અને કેયરલેસ ક્રિકેટમાં છે અંતર
છેલ્લા થોડા સમયથી વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત બેટિંગ દરમિયાન શોટને લઈ ઘણી આલોચનાનો સામનો કરી રહ્યો છે. પરંતુ પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકર્તાએ કહ્યું કે, ફિયરલેસ ક્રિકેટ અને કેયરલેસ ક્રિકેટમાં ઘણું અંતર હોય છે. તમામ યુવા ખેલાડીઓએ આ વાત સમજવાની જરૂર છે.
![રિષભ પંતની બટિંગને લઈ કોચ વિક્રમ રાઠોડે કહ્યું, ફિયરલેસ અને કેયરલેસ ક્રિકેટમાં છે અંતર Team India batting coach Vikram Rathore statement on Rishabh Pant batting રિષભ પંતની બટિંગને લઈ કોચ વિક્રમ રાઠોડે કહ્યું, ફિયરલેસ અને કેયરલેસ ક્રિકેટમાં છે અંતર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/17222320/pant.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મોહાલીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે, વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત તેને ખાસ બનાવતાં જ શોટ ફટકારે. હું ટીમના લગભગ તમામ ખેલાડીઓને મળી ચુક્યો છું. ટીમ સાથે સારી વાતચીત થઈ રહી છે. હું ઘણા લાંબા સમયથી આ પ્રોફેશનમાં છું. મેં ટીમના લગભગ દરેક ખેલાડી સાથે વાતચીત કરી છે. મને ટીમ સાથે તાલમેલ સાધવામાં થોડો સમય લાગશે પરંતુ હું કરી લઈશ.
છેલ્લા થોડા સમયથી વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત બેટિંગ દરમિયાન શોટને લઈ ઘણી આલોચનાનો સામનો કરી રહ્યો છે. પરંતુ પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકર્તાએ કહ્યું કે, ફિયરલેસ ક્રિકેટ અને કેયરલેસ ક્રિકેટમાં ઘણું અંતર હોય છે. તમામ યુવા ખેલાડીઓએ આ વાત સમજવાની જરૂર છે. કોઈપણ જાતના ડર વગર ક્રિકેટ રમો તેમ ટીમ ઈચ્છતી હોય છે. અમે ઈચ્છીએ છીએ કે પંત એવા શોટ્સ રમે જે તેને ખાસ બનાવે છે પરંતુ કોઈ બેટ્સમેન બેદકારીભર્યા શોટ રમે તેમ અમે નથી ઈચ્છતા.
રોહિત શર્મા ટેસ્ટમાં ઓપનિંગની સમસ્યા હલ કરી શકે છે? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, હું વિચારું છું કે તે કોઈપણ ટીમ માટે સારો ખેલાડી છે. રોહિતે ઓપનિંગ કરવું જોઈએ તે વાતનું તમામ લોકોએ સમર્થન કર્યું છે. રોહિત મર્યાદીત ઓવરોમાં શાનદાર બેટિંગ કરી છે પરંતુ તે ટેસ્ટમાં સફળ નથી થઈ શક્યો. જો તેણે ટીમના ગેમ પ્લાનને યોગ્ય રીતે નિભાવી લીધો તો ટીમ માટે અને તેના માટે ઘણું સારું હશે.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુકેલી બોલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- શિવસેનામાં.....
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે પહેલા દિવસે જ વસૂલ્યો અધધ દંડ, જાણો વિગતે
અખબારે છાપ્યું બેન સ્ટોક્સના સાવકા પિતા સાથે જોડાયેલું 31 વર્ષ જૂનું રહસ્ય, જાણીને લાગી જશે આંચકો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)