ટોચનું સ્થાન સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથને 1,212 રન સાથે મળ્યું છે. જ્યારે વિવ રિચાર્ડ્સ 1,154 રન સાથે બીજા ક્રમે છે.
2/4
યોગાનુંયોગ કોહલી અને દ્રવિડે આ રેકોર્ડ 11 ટેસ્ટમાં જ નોંધાવ્યો હતો. જ્યારે એક કેલેન્ડર વર્ષમાં ઓવરસીઝ ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં કોહલી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
3/4
વિરાટ કોહલીએ ચાલુ વર્ષે ઓવરસીઝ ટેસ્ટમાં 1,138 રન ફટકાર્યા છે. જ્યારે દ્રવિડે 2002ના કેલેન્ડર વર્ષમાં ઓવરસીઝ ટેસ્ટમાં 1137 રન કર્યાં હતા.
4/4
ભારતીય કેપ્ટન કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 82 રનનો સ્કોર કર્યો હતો. જોકે તે સદી ચૂકી ગયો હતો. આ ઈનિંગની સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં ઓવરસીઝ ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ ફટકારવાના રાહુલ દ્રવિડના 16 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.