કોહલીને બોર્ડના ક્યા ટોચના અધિકારી સાથે થઈ ગયો ઝગડો? કોહલીએ ક્યા બે ખેલાડીને ઈંગ્લેન્ડ મોકલવા કહેતાં થઈ બબાલ?
ચેતન શર્મા (Chetan Sharma)ની આગેવાનીમાં નેશનલ સિલેક્શન કમિટી અને વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની વાળી ભારતીય ટીમની વચ્ચે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાચં મેચોની ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયા (Team India)માં કંઇ ઠીક નથી ચાલી રહ્યું. ચેતન શર્મા (Chetan Sharma)ની આગેવાનીમાં નેશનલ સિલેક્શન કમિટી અને વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની વાળી ભારતીય ટીમની વચ્ચે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ મહત્વની ટેસ્ટ સીરીઝ પહેલા આ પ્રકારના વિવાદથી અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
ટીમ ઇન્ડિયામાં થયો મોટો વિવાદ-
ખરેખરમાં, ટીમ ઇન્ડિયાના ઓપનર શુભમન ગીલ ઇજાગ્રસ્ત થયા બાદ ઇંગ્લેન્ડ પ્રવાસથી બહાર થઇ ગયો છે. આ કારણે વિવાદની શરૂઆત થઇ છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ ઇચ્છતી હતી કે શુભમન ગીલને ઇજા થતા પૃથ્વી શૉ અને દેવદત્ત પડિકલને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવે, જેમની શુભમન ગીલની જગ્યાએ ટીમમાં એન્ટ્રી થાય.
વિરાટ કોહલી અને ચેતન શર્મા ઝઘડ્યા-
વિવાદ વધ્યો તો ચેતન શર્માની આગેવાની વાળી નેશનલ સિલેક્શન કમિટીએ પૃથ્વી શૉ અને દેવદત્ત પડિકલને શુભમન ગીલની જગ્યાએ ઇંગ્લેન્ડ મોકલાની સ્પષ્ટ ના પાડી દીધી. સિલેક્શન કમિટીનુ માનવુ હતુ કે ભારતની પાસે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે પહેલાથી જ ઘણાબધા કાબેલ ખેલાડીઓ છે.
ચેતન શર્માની આગેવાની વાળી નેશનલ સિલેક્શન કમિટી અનુસાર ટીમ ઇન્ડિયાની સાથે ઇંગ્લેન્ડમા પહેલાથી જ બંગાળના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન હાજર છે, જે ઓપનિંગમાં બેસ્ટ ઓપ્શન છે, વળી વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમને બંગાળના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન પર વિશ્વાસ નથી.
ચેતન શર્માની આગેવાની વાળી સિલેક્શન કમિટીએ જેવા પૃથ્વી શૉ અને દેવદત્ત પડિકલને શુભમન ગીલની જગ્યાએ ઇંગ્લેન્ડ મોકલવાની ના પાડી દીધી, તો મામલો વધુ ગરમાયો. સિલેક્શન કમિટીના આ પગલુ કેપ્ટન વિરાટ કોહલીને પસંદ ના આવ્યુ, તેના પસંદગીના ખેલાડી ના મળતા વિરાટ અને પસંદગીકારો વચ્ચે બોલાબોલી થઇ ગઇ.