શોધખોળ કરો
દિપક ચહરે ફરી કર્યો કમાલ, ત્રણ દિવસમાં લીધી બીજી હેટ્રિક, જાણો વિગત
બાંગ્લાદેશ સામે ત્રીજી ટી-20માં હેટ્રિક સહિત કુલ 6 વિકેટ લેનારા ટીમ ઈન્ડિયાના બોલર દિપક ચહરે ત્રણ દિવસની અંદર બીજી હેટ્રિક લીધી છે. સૈયર મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાન અને વિદર્ભ વચ્ચે થિરૂવનંતપુરમમાં રમાયેલી મેચમાં તેણે આ કારનામું કર્યું હતું.

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામે ત્રીજી ટી-20માં હેટ્રિક સહિત કુલ 6 વિકેટ લેનારા ટીમ ઈન્ડિયાના બોલર દિપક ચહરે ત્રણ દિવસની અંદર બીજી હેટ્રિક લીધી છે. સૈયર મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાન અને વિદર્ભ વચ્ચે થિરૂવનંતપુરમમાં રમાયેલી મેચમાં તેણે આ કારનામું કર્યું હતું. વરસાદના કારણે મેચ 13 ઓવરની કરવામાં આવી હતી. ચહરે તેની અંતિમ ઓવરમાં હેટ્રિક સહિત કુલ ચાર વિકેટ ઝડપી હતી. જેમાંથી છેલ્લા ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઇ હેટ્રિક પૂરી કરી હતી. ચહરે 13મી ઓવરના પ્રથમ બોલ પર રિષભ રાઠોડને આઉટ કર્યો હતો. જે બાદ ચોથા બોલ પર દર્શન નાલકંડે, પાંચમાં બોલ પર શ્રીકાંત વાઘ અને છઠ્ઠા બોલ પર અક્ષય વાડેકરની વિકેટ ઝડપી હેટ્રિક લીધી હતી. નાલકંડને વિકેટ બાદ ચહરે વાઇડ બોલ નાંખ્યો હતો. ચહરની બોલિંગના કારણે વિદર્ભ 13 ઓવરમાં 99 રન જ બનાવી શક્યું હતું. આ પહેલા રવિવારે ચહરે ટી-20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો અને તેણે 7 રનમાં 6 વિકેટ લઇને ટી-20માં નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાનો રેકોર્ડ શ્રીલંકાના અજંતા મેન્ડિસના નામે હતો. મેન્ડિસે 2012માં ઝિમ્બાબ્વે સામે 8 રનમાં 6 વિકેટ ઝડપી હતી. મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર સામે જાહેર થયું વોરંટ, PM મોદી પર કરી હતી વાંધાનજક ટીપ્પણી તારક મહેતાની આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, દેખાડ્યો બેબી બંપ, જુઓ તસવીરો
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
ઓટો
દેશ
ધર્મ-જ્યોતિષ





















