શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તારક મહેતાની આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, દેખાડ્યો બેબી બંપ, જુઓ તસવીરો
પતિ અને કો-સ્ટાર્સ સાથે પ્રિયાની આ તસવીર ઘણી ખૂબસુરત છે. તે તેનો બેબીબંપ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરીને જણાવ્યું, હું મારા 5માં બાળકના સ્વાગત માટે પૂરી રીતે તૈયાર છું. પ્રિયાની આ કોમેન્ટ તેના કો-સ્ટાર્સને લઇ છે.
![તારક મહેતાની આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, દેખાડ્યો બેબી બંપ, જુઓ તસવીરો Taarak Mehta Ka Ooltah Chashmah actress Priya Ahuja flaunts her baby bump તારક મહેતાની આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, દેખાડ્યો બેબી બંપ, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12162523/priya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ તારક મહેતા ઉલ્ટા ચશ્મા ફેમ પ્રિયા આહુજા ઉર્ફે રિટા રિપોર્ટરે તાજેતરમાં જ ફેમિલી સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં પ્રિયાની સાથે તેનો પતિ માલવ રાજડા અને પ્રિયાના કો-સ્ટાર્સ નિધિ ભાનુશાલી (નવી સોનુ) અને કુશ શાહ (ગોલી) પણ છે. આ ઉપરાંત બે ડોગી પણ ફોટોશૂટનો હિસ્સો છે.
પતિ અને કો-સ્ટાર્સ સાથે પ્રિયાની આ તસવીર ઘણી ખૂબસુરત છે. તે તેનો બેબીબંપ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરીને જણાવ્યું, હું મારા 5માં બાળકના સ્વાગત માટે પૂરી રીતે તૈયાર છું. પ્રિયાની આ કોમેન્ટ તેના કો-સ્ટાર્સને લઇ છે.
આ મટેરનિટી ફોટશૂટમાં પ્રિયાએ ફ્લોરલ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ઘણી ખુશ નજરે પડી રહી છે. આ પહેલા પણ પ્રિયાએ મેટરનિટી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં પતિ-પત્ની બંને રોમાંટિક અંદાજમાં નજરે પડી રહ્યા છે.
શોના સેટ પર જ પ્રિયા અને માલવની એક બીજા સાથે મિત્રતા થઈ હતી, બાદમાં પ્રેમમાં પડ્યા અને 11 નવેમ્બર, 2011ના રોજ લગ્ન કર્યા હતા. પ્રિયા તારક મહેતામાં એક પત્રકારની ભૂમિકામાં છે. શોમાં તે કલ તક ન્યૂઝ ચેનલ માટે કામ કરે છે.
પડદા પર પ્રિયા જેટલી સિંપલ લુકમાં નજરે પડે છે તેટલી જ રિયલ લાઇફમાં સ્ટાઇલિશ છે. (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)