ભારતની હાર થતાં પાકિસ્તાની મીડિયાએ કઇ ફેમસ 'એડ'ને ટાંકીને ટીમ ઇન્ડિયાની ઉડાવી મજાક, શું લખ્યું, જાણો વિગતે
10 વિકેટથી જીત મળતાં પાકિસ્તાની મીડિયાએ પોતાના રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ અને પાકિસ્તાની ક્રિકેટ માટે આ દિવસને સુંદર દિવસ ગણાવ્યો છે.
Reaction of Pakistan Media After India-Pak Match: પાકિસ્તાની મીડિયાએ ટી20 વર્લ્ડકપમાં ભારત સામેની શાનદાર જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓના જબરદસ્ત વખાણ કર્યા છે. 10 વિકેટથી જીત મળતાં પાકિસ્તાની મીડિયાએ પોતાના રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ અને પાકિસ્તાની ક્રિકેટ માટે આ દિવસને સુંદર દિવસ ગણાવ્યો છે. કેમ કે સતત 12 મેચોમાં વર્લ્ડકપમાં હારનો સામનો કરી રહેલી પાકિસ્તાની ટીમને આ વખતે બાબર આઝમની આગેવાની વાળી ટીમે ઇતિહાસ રચી દીધો, અને ભારતને હરાવી દીધુ. જાણો પાકિસ્તાની મીડિયાએ શું શું લખ્યું------
‘ડૉન’એ બન્ને દેશોની વચ્ચે ક્રિકેટ મેચ પહેલા ભારતની એક જાણીતી એડની મજાક ઉડાવતા કહ્યું- પાકિસ્તાને ઠેકડી ઉડારનારાઓની 'મૉક રી' બનાવી દીધી. એક અન્યે લેખમાં કહ્યું- પાકિસ્તાન ક્રિકેટ માટે સુંદર દિવસ, પાકિસ્તાનની ભારત પર ઐતિહાસિક જીત બાદ જશ્નમાં ડૂબેલા પ્રસંશક. આને કહ્યું- રમતો કે પછી કોઇપણ વસ્તુમાં કાયદા અને સિદ્ધાંતને છોડીને કંઇપણ સ્થાયી નથી. દમદાર ટીમો, સતત જીત, અપરાજય ખેલાડી.... બધાને બરાબરીને ટક્કર મળી જાય છે કે પછી તેમનો પણ ખરાબ દિવસ આવે છે.
ખોટા પડ્યા ફેન-
આનાથી આગળ પાકિસ્તાની મીડિયાએ લખ્યું- પાકિસ્તાનના નિરાશ પ્રસંશકોને જો લાગતુ હતુ કે તેમની ટીમ વર્લ્ડકપમાં ભારતને ક્યારેય નહીં હરાવી શકે, તો તે ખોટુ હતુ. જો ભારતીય પ્રસંશકોને લાગતુ હતુ કે તે વર્લ્ડકપમાં ક્યારેય પાકિસ્તાન સામે નહીં હારે તો તે પણ ખોટુ હતુ.
‘ધ ડૉન’એ કહ્યું- પાકિસ્તાન વર્લ્ડકપમાં ભારત સામે 12 મેચો હારી ચૂક્યુ હતુ. ભારતનુ પલડુ આ મેચમાં પણ ભારે જ રહેવાનુ અનુમાન હતુ, પરંતુ પાકિસ્તાની ખેલાડીઓએ તસવીર જ બદલી નાંખી. ’ધ સ્પૉર્ટ્સ’એ લખ્યું- ભારતને 10 વિકેટે હરાવ્યા બાદ પાકિસ્તાનની ખુશીઓ સાતમા આસમાને છે. અમે લાંબા સમય સુધી આની રાહ જોઇ. ‘એઆરવાય ન્યૂઝ’એ લખ્યું- પાકિસ્તાને ઇતિહાસ રચ્યો. ભારતને વર્લ્ડકપની કોઇપણ મેચમાં પહેલીવાર હરાવ્યુ.