શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ કહ્યું- મારા વિશે વાત કરો પણ પરિવારને વચ્ચે ન લાવો
રોહિતને ભારત અને શ્રીલંકા સામે રમાનારી ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે સીરિઝથી ક્રિકેટના મેદાન પર વાપસી કરશે. આ બ્રેક દરમિયાન રોહિત શર્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, તેને કોઇ આલોચના કે ટ્રોલિંગથી ફરક પડતો નથી.
નવી દિલ્હીઃ વન ડે અને ટી-20 ઇન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા હાલ વેકેશન પર છે. રોહિતને ભારત અને શ્રીલંકા સામે રમાનારી ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે સીરિઝથી ક્રિકેટના મેદાન પર વાપસી કરશે. આ બ્રેક દરમિયાન રોહિત શર્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, તેને કોઇ આલોચના કે ટ્રોલિંગથી ફરક પડતો નથી.
રોહિત હાલ પત્ની રિતિક સજદેહ અને પુત્રી સમાયરા સાથે સમય ગાળી રહ્યો છે. હું મારા પરિવાર, મારી પત્ની અને પુત્રીના કારણે આજે ઘણી સારી સ્થિતિમાં છું. લોકો શું વાતો કરી રહ્યા છે તેને લઈ હું ચિંતિત નથી. હવે હું આલોચના અંગે પણ વધારે વિચારતો નથી. મારી પત્ની અને દીકરીએ મારી લાઇફને પ્રેમ અને ખુશીથી ભરી દીધી ચે અને હું તેમાંજ રહેવાની કોશિશ કરું છું. એક ઉંમર પારી ગયા બાદ સારું કે ખરાબ કહેવા પર પ્રતિક્રિયા આપવી મને યોગ્ય નથી લાગતી.View this post on InstagramDefinitely beyond my expectations. Thrilling experience at @jiowonderland @ritssajdeh
વર્લ્ડકપમાં પત્નીને સાથે રાખવાના સવાલ પર તેણે કહ્યું, પરિવાર અમને સપોર્ટ કરવા આવ્યો હતો. જ્યારે આ બધુ લખાઇ રહ્યું હતું ત્યારે કેટલાક મિત્રોએ મને આ અંગે જાણક રી હતી. વિશ્વાસ કરો, હું આવા રિપોર્ટ પર હસતો હતો. આ ચાલતું રહ્યું અને તેમાં પરિવારોને સામેલ કરવામાં આવ્યા. તમે મારા વિશે વાત કરો પરંતુ મારા પરિવારને વચ્ચે ન લાવો. મને લાગે છે કે તે સમયે વિરાટે પણ આવું જ અનુભવ્યું હશે, કારણકે પરિવાર જિંદગીનો મહત્વનો હિસ્સો હોય છે.
રોહિત શર્મા માટે 2019નું વર્ષ ખૂબ સારું રહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે ઈનિંગ શરૂ કરવા સહિત ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળી તેણે 2442 રન બનાવ્યા હતા. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) સોનાના ભાવમાં કેમ આવ્યો અચાનક ઉછાળો ? જાણો શું છે કારણ ABP News Opinion Poll: દિલ્હીમાં ફરીથી બની શકે છે કેજરીવાલ સરકાર, જાણો કોને મળશે કેટલી સીટો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે ભડકો, જાણો શું છે કારણ દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement