ટારંગા સિટી કાઉન્સિલના માઓરી એંગેજમેન્ટના મેનેજર કાર્લો એલિસે કહ્યું હતું કે ખેલાડીઓ માટે આ અદ્ભૂત ક્ષણ હતી. રોહિત શર્માએ ખાસ અંદાજમાં ફોટો પડાવ્યો હતો. આ સ્વાગતનો ફોટો બીસીસીઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ શેર કર્યો છે.
2/4
આ ખાસ સમુદાય છે માઓરી સમુદાય. માઓરી પ્રજાતિ ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસી છે. ટીમ ઇન્ડિયાને માઓરી સંસ્કૃતિની જાણકારી આપી હતી.
3/4
નવી દિલ્હીઃ નેપિયરમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરનાર ટીમ ઇન્ડિયા હવે બીજા મેચમાં જીતના ઈરાદા સાથે ઉતરશે ત્યારે ખરાબ ફોર્મનો સામો કરી રહેલ ન્યૂઝીલેન્ડની ટીમ વાપસી કરવાનો પ્રયત્ન કરશે. પાંચ મેચની વનડે સીરીઝમાં ભારત 1-0થી આગળ છે.
4/4
બીજી વન-ડે પહેલા ટીમ ઇન્ડિયા જ્યારે મેદાનમાં પ્રેક્ટિસ કરી હતી ત્યારે ન્યૂઝીલેન્ડના ખાસ સમુદાયે તેમના પારંપરિક અંદાજમાં ટીમનું સ્વાગત કર્યું હતું.