શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે સગાઈની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા, જાણો વિગતે
સગાઈ પહેલા ચહલ તેની સાથી ધનશ્રી વર્મા સાથે ઘણા ઝૂમ સેશનમાં એક્ટિવ જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર અને તમામને પોતાના મસ્તીભર્યા અંદાજથી હસાવનારા યુઝવેંદ્ર ચહલે સગાઈ કરી છે. આઈપીએલની સીઝન 13 શરૂ થવાને થોડા જ સપ્તાહ બાકી છે ત્યારે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા છે. ચહલે ધનશ્રી વર્મા સાથે ‘રોકા’ કર્યા છે.
ચહલે શનિવારે ધનશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં.
સગાઈ પહેલા ચહલ તેની સાથી ધનશ્રી વર્મા સાથે ઘણા ઝૂમ સેશનમાં એક્ટિવ જોવા મળ્યો હતો. વર્માની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયોથી ખબર પડે છે કે તે કોરિયોગ્રાફર હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યૂબર પણ છે.
ચહલ કોરોના મહામારીના કારણે બ્રેકનો આનંદ લઈ રહ્યો છે. જોકે તેણે આઈપીએલ 2020 માટે ટ્રેનિંગ ફરીથી શરૂ કરી છે. ચહલે ટીમ ઈન્ડિયા તરફથી 52 વન ડેમાં 91, 42 ટી-20માં 55 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલની 84 મેચમાં 100 વિકેટ લીધી છે.
વિશ્વના ચોથા સૌથી ધનિક બન્યા મુકેશ અંબાણી, જાણો કેટલી છે સંપત્તિ
Kerala Plane Crash: મૃતકો સહિત વિમાનમાં સવાર તમામનો થશે કોરોના ટેસ્ટ, CM વિજયને કરી વળતરની જાહેરાત
28 દિવસ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, અભિનેતાએ કહી આ વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement