શોધખોળ કરો
ધોનીએ સેનાથી છુપાવ્યું મોટું રહસ્ય, નહીંતર થઈ જાત ડિસ્ક્વોલીફાઈ!
વર્લ્ડકપમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના મેચમાં ધોનીની એક આંગળીમાં ઇજા થઇ ગઇ હતી. જો કે તેમ છતા તેણે રમત ચાલુ રાખી.
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાનની એક તસવીર સામે આવી હતી. જેમાં તેઓ ઇજાગ્રસ્ત હતો. ત્યારબાદ બહાર આવ્યું કે ધોનીના અંગુઠામાં ગંભીર ઇજા થઇ હતી. જો કે હવે ધોનીના હાથમાં એક આંગળીમાં પણ ગંભીર ઇજા હોવાનું સામે આવ્યું છે.
સૂત્રના જણાવ્યા મુજબ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના મેચમાં ધોનીની એક આંગળીમાં ઇજા થઇ ગઇ હતી. જો કે તેમ છતા તેણે રમત ચાલુ રાખી. આ ઇજા એટલી ગંભીર હતી કે એવું અનુમાન છે કે આંગળીમાં હેયરલાઇન ફ્રેક્ચર છે. આંગળીમાં એટલો દુખાવો થઇ રહ્યો હતો કે તેઓ પોતાની મુઠ્ઠી બંધ કરી શકતા ન હતા.
આ ઇજા બાદ પણ ધોનીએ આરામ ન કર્યો અને ટીમ ઇન્ડિયાના બાકી બચેલા મેચમાં રમ્યા. ધોનીએ આ ઇજા અંગે કોઇને પણ જણાવ્યું નથી. આ અંગેનું કારણ જણાવતા સૂત્રએ કહ્યું કે ધોની આ ઇજાને સિક્રેટ રાખવા ઇચ્છતા હતા. તેઓ આ અંગે કોઇ ચર્ચા નથી ઇચ્છતા. આ ઇજા અંગે કોઇને જાણ ન થાય તે માટે ધોનીએ સ્કેન પણ નથી કરાવ્યું. આ પાછળનું બીજુ એક કારણ ટેરિટોરિયલ આર્મીમાં જવાનું પણ હતું. તેઓ સેનાની ટ્રેનિંગથી દૂર નહોતા રહેવા ઇચ્છતા.
સેનાને ઇજા અંગ ન જણાવવા અંગે સૂત્રએ જણાવ્યું કે તેઓ કેટલાક કારણોસર આ ઇજા અંગે ઓફિશિયલ રીતે નહોતા જણાવવા ઇચ્છતા જેથી સેનાની ટ્રેનિંગમાં તેઓ ડિસક્વોલિફાઇ ન થઇ શકે. ધોનીની પાસે ટેરિટોરિયલ આર્મીમાં લેફિટનેન્ટ કર્નલનું માનદ પદ છે. તેઓ પેરાશૂટ રેજિમેન્ટમાં તહેનાત છે. તેઓ હજુ કાશ્મીરમાં પોતાના યૂનિટ સાથે છે. કહેવામાં આવી રહ્યું છે કે 15 ઓગસ્ટે તિરંગા પણ લહેરાવી શકે છે.
જયશ્રી કૃષ્ણ કહીને અભિવાદન કરતા હતા સુષ્મા, હું તેમને જય દ્વારકાધીશ કહેતોઃ મોદી
અમેરિકામાં ફરી ગૂંજશે મોદી-મોદી, કાર્યક્રમ માટે 40 હજાર લોકો કરાવી ચુક્યા છે બુકિંગ
રૂપાણીએ રશિયામાં ગુજરાતી હીરા ઉદ્યોગપતિની ફેકટરીની લીધી મુલાકાત, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement