શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટ લીગમાં બન્ને ટીમોએ મળીને બનાવ્યા 818 રન, 48 ચોગ્ગા અને 70 છગ્ગા ફટકાર્યા
નોર્થ બંગાલના ખેલાડીઓએકુલ 27 છગ્ગા ફટકાર્યા હતો ટેલેન્ડ હંટે 21.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ઢાકામાં સેકન્ડ ડિવીઝનની 50 ઓવરની મેચ રમાઈ ગઈ જેમાં બન્ને ટીમના બેટ્સમેનોએ મળીને 70 ચોગ્ગા, 48 છગ્ગા ફટકારીને બન્ને ટીમોએ કુલ મળીને 818 રન બનાવ્યા હતા. મેચ ઢાકાના સિટી ક્લબ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચ નોર્થ બંગાલ ક્રિકેટ એકેડમી 46 રને જીતી ગઈ હતી. ટીમે 4 વિકેટ ગુમાવીને 432 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વોરિધી ટીમ એટલે કે ટેલેન્ટ હંટ ક્રિકેટ એકેડમીએ 7 વિકેટ ગુમાવીને માત્ર 367 રન બનાવ્યા હતા.
નોર્થ બંગાલના ખેલાડીઓએકુલ 27 છગ્ગા ફટકાર્યા હતો ટેલેન્ડ હંટે 21. ક્રિકેટના આયોજક સયદ અલી અસફે કહ્યું કે, આ ખૂબ જ અજીબ હતું. હું ઢાકાના ડોમેસ્ટિક ક્રિકેટથી પરિચિત છું પરંતુ મેં આજ સુધી આવું નથી જોયું.
જણાવીએકે, બાંગ્લાદેશ ડોમેસ્ટિક મેચમાં આવું થવું કોઈ નવી વાત નથી. ઘણી વખત મેચમાં મેચ ફિક્સિંગના પણ આરોપ લાગી ચૂક્યા છે. વર્ષ 2017માં એક બોલર પર તે સમયે 10 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો જ્યારે તેણે વાઈડ અને નો બોલ કરી વિરોધી ટીમને 92 રન આપ્યા હતા. બાદમાં અમ્પાયરનું નામ પણ તેમાં આવ્યું હતું.
જ્યારે ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન જેના પર આઈસીસીએ 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. મેચ ફિક્સિંગને લઈને આઈસીસીને જાણકારી ન આપવાને કારણે આઈસીસીએ આ પ્રતિબંધ લગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion