![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પોતાને નીચલી કેટેગરીમાં મુકાતા કયો સ્ટાર ખેલાડી ગિન્નાયો ને છોડી દીધી ટીમ, બોલ્યો- હવે નહીં રમુ ક્રિકેટ
પાકિસ્તાનીમાં પાકિસ્તાન સુપર લીગની 7મી સિઝન શરૂ થઇ રહી છે. આ પહેલા કામરાન અકમલે પેશાવર જાલ્મીથી અલગ થઇ ગયો છે.
![પોતાને નીચલી કેટેગરીમાં મુકાતા કયો સ્ટાર ખેલાડી ગિન્નાયો ને છોડી દીધી ટીમ, બોલ્યો- હવે નહીં રમુ ક્રિકેટ third category controversy : kamran akmal leaves his team and decided to refused to play in the psl પોતાને નીચલી કેટેગરીમાં મુકાતા કયો સ્ટાર ખેલાડી ગિન્નાયો ને છોડી દીધી ટીમ, બોલ્યો- હવે નહીં રમુ ક્રિકેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/c9f677498f98eed0911779eac3132622_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં સ્ટાર ક્રિકેટરોને એક આગવુ સન્માન મળે છે, મોટા મોટા ક્રિકેટરોને તેને પોતે કઇ કક્ષાનો ક્રિકેટર છે તેને આધારે તેને સન્માન આપવામાં આવે છે, પરંતુ ઘણીવાર આવુ માન ના મળતા કેટલાક ક્રિકેટરો ટીમ કે પછી સીરીઝમાંથી છેડો ફાડી દે છે. આવો જ કિસ્સો પાકિસ્તાની ક્રિકેટર સાથે થયો છે. પાકિસ્તાની ટીમના સ્ટાર અને અનુભવી ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ સાથે થયો છે. પોતાને ડિમેરિટ કરાયાના કારણે કામરાન અકમલે ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છુ.
પાકિસ્તાનીમાં પાકિસ્તાન સુપર લીગની 7મી સિઝન શરૂ થઇ રહી છે. આ પહેલા કામરાન અકમલે પેશાવર જાલ્મીથી અલગ થઇ ગયો છે. ફ્રેન્ચાઇઝીએ પાકિસ્તાન સુપર લીગની આગામી આવૃત્તિ માટે સેવાઓ હાંસલ કરી લીધી હતી, પરંતુ આ પછી તેને આ ટૂર્નામેન્ટમાંથી અચાનક હટવાનો ફેંસલો કરી લીધો છે. ખરેખરમાં, પીએસએલ પ્રબંધકે કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે કેટેગરીમાં ફેરફાર કર્યો હતો, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા વાર્ષિક આયોજિત કરવામાં આવનારી ઓક્શનથી ભરપુર ટી20 ટૂર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે.
કામરાન અકમલે ખેલાડીઓના ડ્રાફ્ટમાં સિલ્વર શ્રોણી (થર્ડ કેટેગરી)માં સ્થાન મળ્યા બાદ પાકિસ્તાન સુપર લીગ 2022ની સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. કામરાને જણાવ્યું હતું કે, ૨૭મી જાન્યુઆરીથી કરાચીમાં રમાનારી પીએસએલની સાતમી સિઝનમાં તે રમવા માગતો નથી. પીએસએલના ઇતિહાસમાં સેકેન્ડ હાઇએસ્ટ રન નોંધાવનાર બેટ્સમેન કામરાનને ફ્રેન્ચાઇઝીએ પહેલાં પ્લેટિનમથી ગોલ્ડ કેટેગરીમાં તથા તાજેતરમાં સિલ્વર શ્રોણીમાં નાખી દેતાં તે અકળાયો હતો.
લાહોરમાં જન્મેલા ૩૯ વર્ષીય કામરાને જણાવ્યું હતું કે હું થર્ડ કેટેગરીમાં રમવા માગતો નથી. મેં પેશાવર ટીમ તરફથી પીએસએલમાં સતત સારો દેખાવ કર્યો છે. મને નીચલી શ્રોણીમાં સ્થાન આપવા અંગે મેં વિરોધ પણ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)