નવી દિલ્હીઃ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચની વન ડે સીરિઝની બીજી મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડનો 21 રનથી વિજય થયો હતો. મેચ જીતવા 320 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ 298 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની બેટિંગ દરમિયાન થિસારા પરેરાની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
2/3
ન્યૂઝીલેન્ડ સામે 13 સિક્સ ફટકારનારો પરેરા શ્રીલંકા તરફથી વન ડે ઇનિંગમાં સૌથી વધારે છગ્ગા મારનારો ખેલાડી બની ગયો છે. આ પહેલા સનથ જયસૂર્યાએ 1996માં પાકિસ્તાન સામે 11 સિક્સ મારી હતી.
3/3
એક સમયે શ્રીલંકાએ 128 રન પર 7 વિકેટ ગુમાવી દીધી પરંતુ તે બાદ બેટિંગમાં ઉતરેલા થિસારા પરેરાએ 74 બોલમાં 140 રનની ઈનિંગ રમી હતી. જેમાં 13 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. તેણે ટ્રેન્ટ બાઉલ્ટની એક જ ઓવરમાં ચાર છગ્ગા માર્યા હતા. આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પરેરાએ 57 બોલમાં સદી ફટકારી હતી. જે શ્રીલંકા વતી ત્રીજી સૌથી ઝડપી સદી છે. આ પહેલા સનથ જયસૂર્યાએ 48 અને 55 બોલમાં સદી પૂરી કરી હતી.