શિખર ધવન અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરશે જ્યારે રાહુલ ત્રીજા નંબર પર ઉતરશે. આજ બેટિંગ ક્રમ રહેવાથી કોહલીને ચોથા નંબર પર ઉતરવું પડશે. ત્યારબાદ સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉતરશે.
2/6
આગામી વર્લ્ડકપ બ્રિટનમાં 2019 માં યોજાવાનો છે. જેથી આ સીરીઝમાં વિ્રાટ કોહલી એન્ડ કંપનીને પરિસ્થિતિને અજમાવાની ખાસ મોકો છે. આગામી વર્ષે આ સમયે વર્લ્ડકપ રમાવવાનો છે.
3/6
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારે શરૂ થઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં પણ લય કાયમ રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, જેને આગામી વર્ષે રામાનારા વર્લ્ડકપનું ‘રિહર્સલ’ માનવામાં આવી રહ્યું છે. નૉટિંઘમમાં રમાનારી પહેલી વનડે ભારતીય સમયાનુસાર સાંજે પાંચ વાગે શરૂ થશે.
4/6
5/6
ભારતીય ટીમ મેનેજમેન્ટને વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જુદાજુદા સંયોજનો અજમાવવાનો પણ મોકો મળી જશે. કેએલ રાહુલના ઉમદા ફોર્મના કારણે કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. રાહુલે આયરલેન્ડ વિરુદ્ધ 70 અને પહેલી ટી-20માં ઇગ્લેન્ડ વિરુદ્ધ અણનમ 101 રન ફટકાર્યા છે.