વિરેન્દ્ર સહેવાગે પૃથ્વી શૉ માટે એવુ શુ કર્યુ ટ્વીટ કે મિનીટોમાં થઇ ગયુ વાયરલ, જાણો વિગતે
સહેવાગે શૉની પ્રસંશામાં ટ્વીટર પર પોતાની, બ્રાયન લારા અને સચિન તેંદુલકરની એક તસવીર શેર કરી. તેને લખ્યું- 'પહેલી 5.3 ઓવરોમાં અમારો જલવો રહ્યો.'
નવી દિલ્હીઃ રવિવારે શ્રીલંકા અને ભારત વચ્ચે 3 મેચોની વનડે સીરીઝની પ્રથમ વનડે મેચ રમાઇ. આ મેચમાં શ્રીલંકાની ટીમે પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની સામે 263 રનોનો ટાર્ગેટ રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરવાત કેપ્ટન શિખર ધવન અને સાથે પૃથ્વી શૉ ઓપનિંગ કરી. પૃથ્વી શૉ આવતાની સાથે જ શ્રીલંકન બૉલરો પર હાવી થઇ ગયો તેને તોફાની બેટિંગ કરતા 24 બૉલ પર 43 રનોની તાબડતોડ ઇનિંગ રમી. આ બધાની વચ્ચે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પૃથ્વી શૉને લઇને એવુ ટ્વીટ કર્યુ જે ઝડપથી વાયરલ થઇ રહી છે.જોકે આ ટ્વીટમાં તેને પૃથ્વીનો નામ નથી લીધુ.
સહેવાગે શૉની પ્રસંશામાં ટ્વીટર પર પોતાની, બ્રાયન લારા અને સચિન તેંદુલકરની એક તસવીર શેર કરી. તેને લખ્યું- 'પહેલી 5.3 ઓવરોમાં અમારો જલવો રહ્યો.' શૉની બેટિંગ માટે કહેવાય છે કે તેમાં તેંદુલકર, સહેવાગ અને લારાની ઝલક છે. શ્રીલંકા વિરુદ્ધ આ મેચમાં શૉએ બતાવી પણ દીધુ. તેને જે રીતે શૉટ્સ ફટકાર્યા, તેનાથી આ ત્રણેય બેટ્સમેનોની યાદ તાજા થઇ ગઇ. સોશ્યલ મીડિયા પર તેનુ આ ટ્વીટ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.
Pehle 5.3 overs hamara Jalwa raha. pic.twitter.com/5swBtpOWD9
— Virender Sehwag (@virendersehwag) July 18, 2021
ભારતે 7 વિકેટે જીતી પહેલી વનડે મેચ -
શ્રીલંકા અને ઈન્ડિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 36.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 263 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ લઈ લીધી છે.
પૃથ્વી શો, ઈશાન કિશનની તોફાની બેટિંગ-
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન શિખર ધવને અણનમ 86 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પૃથ્વી શોએ 24 બોવલમા 43 રન, ઈશાન કિશને 42 બોલમાં 59 રન તથા મનીષ પાંડેએ 40 બોલમાં 26 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ધનંજય ડિ સિલ્વાએ 2 તથા સંદાકને 1 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ