ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, જીતથી શરૂઆત. હરમનપ્રીત કૌરનો દિવાળી ધડાકો. પ્રથમ મેચમાં જીત બદલ અભિનંદન.
2/8
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ટ્વિટ કરીને મહિલા ટીમને પ્રથમ જીત માટે અભિનંદન પાઠવ્યા. ઉપરાંત હરમનપ્રીત કૌરને સાથ આપવા બદલ જેમિમાહ રોડ્રિગેઝની પણ ભરપેટ પ્રશંસા કરી.
3/8
વીવીએસ લક્ષ્મણે ટીમને જીત અને હરમનપ્રીત કૌરને સદી બદલ અભિનંદન પાઠવ્યા. ઉપરાંત આગામી મેચ માટે ટીમને શુભકામના પાઠવી.
4/8
ભારતની પૂર્વ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ પણ ટ્વિટ કરીને હરમનપ્રીત કૌરને અભિનંદન પાઠવ્યા હતા.
5/8
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની સદી વડે ટીમ ઈન્ડિયાએ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં ન્યૂઝિલેન્ડને 34 રનથી હાર આપી હતી. આ મુકાબલામાં 29 વર્ષીય હરમનપ્રીત કૌરે 51 બોલમાં રમેલી 103 રનની તોફાની ઈનિંગ આકર્ષકનું કેન્દ્ર હતી. હરમન ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેના આ શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
6/8
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હજુ સુધી ટી20માં સદી ફટકારી શક્યો નથી. જ્યારે મહિલા ટીમની કેપ્ટને આ કારનામું કરી દેખાડ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક લોકોએ હરમનપ્રીતને તેની સિદ્ધી બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.
7/8
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને મહિલા ટીમ ઈન્ડિયાને જીત બદલ અભિનંદન આપ્યા. ઉપરાંત હરમનપ્રીતને પણ શુભકામના આપી.
8/8
જાણીતા કોમેન્ટેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ હરમનપ્રીત કૌરની પ્રશંસા કરતાં લખ્યું કે, સ્પિનરનો સામનો કરતી વખતે ક્રીઝથી બહાર હતી. તેને આવી રીતે રમતી ક્યારેય જોઈ નથી.