આ સાથે જ રવિચંદ્રન અશ્વિને પણ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર ચોથો બોલર બન્યો હતો. અશ્વિનની હવે કુલ 315 વિકેટ થઈ છે. તેણે ઝહીર ખાન (311)ને પાછળ રાખ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધારે વિકેટ અનિલ કુંબલે (619)ના નામે છે.
2/5
બોલિંગ કરતાં પહેલા જ્યારે ઉમેશ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો ત્યારે તેણે જોરદાર બેટિંગ કરી હતી. ભારતની નવ વિકેટ પડી પછી ઉમેશ મેદાન પર આવ્યો હતો. તેણે 21 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવીને 26 રન બનાવ્યાં હતાં.
3/5
ઉપરાંત આ ટેસ્ટ મેચમાં યાદવે 100 વિકેટ પૂરી કરી હતી. ઉમેશ યાદવે રહમત શાહને 14 રન પર LBW આઉટ કરી 100મી વિકેટ મેળવી હતી. આ સિદ્ધિ મેળવનાર ઉમેશ યાદવ આઠમો બોલર બન્યો છે. આ પહેલા ભારત માટે સો ટેસ્ટ વિકેટ લેનાર બોલર્સમાં કપિલ દેવ, ઝહીર ખાન, જવગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, કરસન ઘાવરી અને ઈરફાન પઠાણનો સમાવેશ થાય છે.
4/5
ભારતે પહેલી ઈનિંગમાં 474 રન બનાવ્યાં હતાં. જ્યારે અફઘાનિસ્તાન બેટિંગ કરવા ઉતરી તો કેપ્ટને ઉમેશને પહેલી ઓવર ફેંકવા માટે આપી હતી. ઉમેશે જેવો પહેલો બોલ ફેંક્યો કે તરત જ તેણે પોતાના નામે એક અનોખી સિદ્ધિ કરી હતી. ઉમેશ યાદવ અફઘાનિસ્તાન સામે પહેલો બોલ ફેંકનાર બોલર બન્યો હતો. ઉમેશે પહેલી ઓવરમાં આઠ રન આપ્યાં હતાં.
5/5
નવી દિલ્હીઃ ઉમેશ યાદવ ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલરની યાદીમાં લાંબા સમય સુધી સામેલ રહ્યા છે. તેણે નવેમ્બર 2011માં વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યાર બાદ ઘણી વખત તેની કારકિર્દીમાં ઉતાર ચડાવ જોવા મળ્યા. પરંતુ ત્યાર બાદ તેણે પોતાની બોલિંગ પર ફોકસ રાખતા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો. અફઘાનિસ્તાન સામે રમાયેલ એકમાત્ર ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવના નામે અનોખી સિદ્ધી નોંધાઈ છે. ઉમેશ યાદવ ટેસ્ટ ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામે પહેલો બોલ ફેંકનાર બોલર બન્યો હતો. આ જ મેચમાં પોતાની બોલિંગનો કમાલ બતાવતા ઉમેશ યાદવે સો ટેસ્ટ વિકેટ પણ પૂરી કરી હતી.