શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યા-નતાશાની એન્ગેજમેન્ટ પર ઉર્વશી રૌતેલા અને અલી ગોનીએ શું કરી કમેન્ટ ? જાણો વિગત
નતાશાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ બંનેની એન્ગેજમેન્ટ તસવીર પર હાર્ટ ઇમોજી શેર કરી છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે નવા વર્ષે સગાઈ કરી હતી. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા બન્ને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી. જો કે હવે પંડ્યાએ સગાઈ કરીને પોતાના રિલેશન અંગે ખુલાસો કરી દીધો છે.
હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. જેમાં નતાશાએ હાર્દિક સાથે સગાઈની વીંટી પહેરેલી નજર આવી રહી છે. તસવીર શેર કરીને હાર્દિકે લખ્યું કે, “મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન” હાર્દિક અને નતાશાના ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. આ લિસ્ટમાં હાર્દિક પંડ્યાની કથિત એક્સ ગર્લફ્રેન્ડ ઉર્વશી રૌતેલા અને નતાશાના એકસ બોયફ્રેન્ડ અલી ગોની પણ સામેલ છે.
ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાર્દિક અને નતાશાની એન્ગેજમેન્ટવાળી તસવીર શેર કરી લખ્યું, સગાઈ માટે ખૂબ ખૂબ અભિનંદન હાર્દિક પંડયા. તમારી આ રિલેશનશિપ પ્યાર અને ખુશીથી ભરેલી રહે તેવી આશા છે. હું તમારા બંનેની એક ખુશખુશાલ જિંદગીની પ્રાર્થના કરુ છું. ક્યારેય મારી જરૂર પડે તો હું છું. નતાશાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ બંનેની એન્ગેજમેન્ટ તસવીર પર હાર્ટ ઇમોજી શેર કરી છે. હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરતા પહેલા નતાશા સ્ટાનોવિક સીરિયલ યે હૈ મોહબ્બતેના એક્ટર અલી ગોની સાથે રિલેશનમાં હતી. બ્રેકઅપ બાદ અલી અને નતાશા નચ બલિયે-9માં સાથે નજરે પડ્યા હતા. હાર્દિક પંડ્યાનું પણ નતાશા પહેલા અનેક એક્ટ્રેસ સાથે નામ જોડાઈ ચુક્યું છે. એલી એવરામ, ઉર્વશી રૌતેલા અને મોડલ લીશા શર્મા સાથે અફેર રહી ચુક્યું છે. આ ઉપરાંત પરિણીતિ ચોપડા, શિબાની દાંડેકર, ઈશા ગુપ્તા સાથે પણ નામ જોડાઈ ચુક્યુ છે.View this post on InstagramMai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion