શોધખોળ કરો
Advertisement
ભારતના આ સ્ટાર ક્રિકેટરના અમેરિકાએ રોકી દિધા વિઝા, જાણો કેમ
બીસીસીઆઈ તરફથી ભારતીય ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનાં વિઝાની અરજી મુંબઈ સ્થિત અમેરિકન કૉમર્શિયલ એમ્બસીમાં કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની વ્યક્તિગત મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. શમી પર ચાલી રહેલ પોલીસ કેસને કારણે અમેરિકાએ તેને વિઝા આપવાની ના પાડી દીધી છે. અંતે બીસીસાઈએ દખલ કર્યા બાદ વિઝા મળ્યા. શમી પહેલા અમેરિકા જશે અને ત્યારબાદ ત્યાંથી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે જશે.
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટઈન્ડીઝની યજમાનીમાં 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. આમાંથી 2 ટી-20 3 અને 4 ઑગષ્ટનાં અમેરિકાનાં ફ્લૉરિડા રાજ્યનાં લૉડરહિલ શહેરનાં સેન્ટ્રલ બ્રોવર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડમાં થશે. તો ત્રીજી ટી-20 6 ઑગષ્ટ અને પહેલી વન ડે 8 ઑગષ્ટનાં ગુયાનામાં રમાશે. બીજી વન ડે 11 ઑગષ્ટ અને ત્રીજી વન ડે 14 ઑગષ્ટનાં ત્રિનિદાદ એન્ડ ટૉબેગોમાં રમાશે. પહેલી ટેસ્ટ 22થી 26 ઑગષ્ટ એન્ટિગા અને બીજી ટેસ્ટ 30 ઑગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી જમૈકામાં આયોજિત થશે.
બીસીસીઆઈ તરફથી ભારતીય ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનાં વિઝાની અરજી મુંબઈ સ્થિત અમેરિકન કૉમર્શિયલ એમ્બસીમાં કરવામાં આવી હતી. ટીમે અમેરિકા થઇને વેસ્ટઈન્ડીઝ જવાનું છે. બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું કે, “જે ખેલાડીઓનાં વિઝા નહોતા તેમના માટે અમે પી-1 કેટેગરીમાં અરજી કરી હતી. ભારતીય ટીમમાંથી જેટલાની પણ અરજી કરવામાં આવી હતી તેમાં શમીને છોડીને તમામને એક જ વારમાં વિઝા મળી ગયા. શમી સામે કેસ ચાલી રહ્યો છે આ કારણે અમેરિકાએ તેનો વિઝા રોકી દીધા હતા.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement