શોધખોળ કરો
Advertisement
મુંબઈના બેટ્સમેને રચ્ચો ઈતિહાસ, લિસ્ટ A કરિયરમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બન્યો, જાણો વિગતે
મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે બુધવારે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બની ગયો હતો. તેણે ઝારખંડ સામે ગ્રુપ-એ મેચમાં 203 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
બેંગલુરુઃ મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે બુધવારે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બની ગયો હતો. તેણે ઝારખંડ સામે ગ્રુપ-એ મેચમાં 203 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેની સાથે જ તે લિસ્ટ એ અને વન ડેમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. યશસ્વીએ આ પરાક્રમ કર્યું ત્યારે તેની ઉંમર 17 વર્ષ, 292 દિવસ છે.
યશસ્વી પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એલન બોરોના નામે હતો. તેણે 1975માં સાઉથ આફ્રિકામાં ઘરેલુ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ત્યારે તેની ઉંમર 20 વર્ષ 273 દિવસ હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનારો તે બીજો બેટ્સમેન છે. યશસ્વીએ 154 બોલમાં 203 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 12 છગ્ગા અને 17 ચોગ્ગા માર્યા હતા.
આ પહેલા વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસને કેરલ તરફથી રમતા ગોવા સામે અણનમ 212 રન બનાવી ઈતિહાસ રચ્યો હતો. તે વિજય હજારે ટુર્નામેન્ટમાં એક મેચમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે.
આ સાથે જાયસ્વાલ લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમાં લગાવવામાં આવેલી નવ બેવડી સદીમાંથી પાંચ વન ડેમાં નોંધાઈ છે. જેમાં રોહિત શર્માના નામે ત્રણ અને સચિ તથા સેહવાગના નામે એક-એક બેવડી સદી છે. વિજય હજારે ટ્રોફીમાં સૌ પ્રથમ બેવડી સદી ગત સીઝનમાં ઉત્તરાખંડના કર્ણવીર કૌશલે ફટકારી હતી. તેણે સિક્કિમ સામે 202 રનની બનાવ્યા હતા.
Another World Record!!! Yashasvi Jaiswal's 504 runs are the most by ANY batsman in his first five List A innings. Previous record was held by South African legend Graeme Pollock with 493 runs. #VijayHazare #VijayHazareTrophy
— Rajneesh Gupta (@rgcricket) October 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement