મુંબઈએ આ મેચ 9 વિકેટથી જીતી લીધી હતી. રોહિત શર્મા 33 રન અણનમ રહ્યો હતો.
5/10
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
6/10
રોહિતને મળ્યા બાદ બહાર જતી વખતે તે ખૂબ ઉત્સાહમાં હતો અને મેદાન પર કૂદકો મારીને ખુશી જાહેર કરી દીધી હતી.
7/10
મુંબઈની ઈનિંગ વખતે રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ફેન સુરક્ષા કવચ તોડીને મેદાન પર પહોંચી ગયો હતો અને રોહિતના પગમાં પડી ગયો હતો. જે બાદ ફેને રોહિતને કિસ કરવાની કોશિશ પણ કરી હતી
8/10
વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈ અને બિહારની ટીમનો મુકાબલો હતો. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. બિહારની ટીમ 28.2 ઓવરમાં 69 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
9/10
નવી દિલ્હીઃ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હૈદરાબાદમાં રમાયેલી ટેસ્ટમાં વિરાટ કોહલીના ફેને મેદાનમાં આવીને તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી હતી. હવે કંઈ આવી જ ઘટના ટીમ ઈન્ડિયાના વન ડે સ્ટાર રોહિત શર્મા સાથે થઈ છે. રોહિત સાથે મામલો તો કોહલીની ઘટના કરતાં પણ એક ડગલું આગળ વધી ગયો છે.
10/10
જ્યારે રોહિતે તેને જતા રહેવા કહ્યું તો ફેન સીધો જ બાઉન્ડ્રી રેખાની બહાર જતો રહ્યો.