વધુ એક ક્રિકેટરના માથે ચઢ્યૂ 'પુષ્પા'નુ ભૂત, વિકેટ લીધા બાદ અલ્લૂ અર્જૂનની સ્ટાઇલમાં નાચવા લાગ્યો, વીડિયો થયો ટ્રેન્ડ.................
બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર આનો એક વીડિયો કોઇ ફેન પેજમાંથી શેર કરવામાં આવ્યો છે
Trending Video: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની તાજેતરમાં જ રિલીજ થયેલી ફિલ્મ પુષ્પા આજકાલ ધૂમ મચાવી રહી છે, બૉક્સ ઓફિસમાં તો ફિલ્મ હિટ છે પરંતુ હવે ક્રિકેટરોની વચ્ચે પણ તેના ડાયલૉગ અને સ્ટાઇલ હિટ થવા લાગી છે. ક્રિકેટના મેદાનમાં પણ જશ્ન મનાવવા માટે ખેલાડીઓ મેદાન પર અલ્લુ અર્જૂન બની રહ્યાં છે. એટલે કે વિકેટ લેવાનો જશ્ન મનાવવા પુપ્ષાના શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં એક બૉલરે વિકેટ લીધા બાદ અલ્લુ અર્જૂનની સ્ટાઇલ કૉપી કરી હતી, જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર આનો એક વીડિયો કોઇ ફેન પેજમાંથી શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોને Censor Buzz નામની ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, લીગની એક મેચ દરમિયાન એક બૉલર પોતાની બૉલિંગ દરમિયાન બેટ્સમેનને બાઉન્ડ્રી પર કેચ આઉટ કરાવી દે છે. આ જોઇને ખુશ થઇ ગયેલો બૉલર નાંચવા લાગે છે. તે સાઉથ ફિલ્મ પુષ્પાના ગીત શ્રીવલ્લી અને અલ્લુ અર્જૂનની સ્ટાઇલમાં આનુ સેલિબ્રેશન કરી રહ્યો છે. જુઓ વીડિયો.....
Hype is Real.....@alluarjun 🙏🔥
— Censor Buzz (@CensorBuz) January 22, 2022
Craze beyond boundaries means this only .....
Bangladesh Premier league
Celebration of a Player by taking a wicket....#ThaggedheLe #PushpaRaj #PushpaTheRise pic.twitter.com/nWLOk8XWfI
ખાસ વાત છે કે, સાઉથની ફિલ્મ પુષ્પા આજકાલ દેશ અને વિદેશમાં ખુબ ધમાલ મચાવી રહી છે. તેના ડાયલૉગ અને સ્ટાઇલને દરેક લોકો કૉપી કરી રહ્યાં છે. થોડાક દિવસો પહેલા જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાએ પણ અલ્લુ અર્જૂનની સ્ટાઇલની કૉપી કરી હતી. એટલુ જ નહીં વિદેશી ક્રિકેટરો પર પણ આનો તડકો લાગ્યો છે, આ પહેલા ડેવિડ વોર્નરે એક્ટિંગ કરી હતી, બાદમાં કેરેબિયન સ્ટાર્સ ડ્વેન બ્રાવો પણ મેચ દરમિયાન અલ્લુ અર્જૂનની કૉપી કરતો દેખાઇ રહ્યો હતો.