શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ જીત બાદ ‘મેરે દેશ કી ધરતી’ ગીત પર નાચ્યા ભારતીય ક્રિકેટર્સ, જુઓ Video
નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ વખત તેની જમીન પર ટેસ્ટ સીરીઝમાં જીત મેળવી છે. ઐતિહાસીક જીત બાદ વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ ઉજવણી કરતી જોવા મળી હતી. સિડની મેદાનમાં આ ઐતિહાસીક ક્ષણ બાદ વિરાટ કોહલી સહિત ટીમના સભ્યો ખૂબ નાચ્યા હાત. ભારત આર્મીએ ભારતીય ટીમનું હોટલમાં શાનદાર સ્વાગત કર્યું હતું.
બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિત કેટલાક ક્રિકેટર્સ ‘મેરે દેશ કી ધરતી સોના-ઉગલે’ ગીત ગાઈ રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં ચેતેશ્વર પૂજારા, ઇશાંત શર્મા અને લોકેશ રાહુલ પણ જોવા મળે છે. આ સાથે ભારત આર્મીના સભ્યો પણ ગીતને જોર-જોરથી ગાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ ડ્રો રહી હતી. આ સાથે જ ભારતે ચાર ટેસ્ટની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.Get those feet tapping. The Bharat Army gave the team a welcome in their own style - and needless to say, #TeamIndia joined in ???????? - - @28anand gets us visuals straight from the hotel ????????
Watch the full video here ----> https://t.co/a0vlmo5Gmg pic.twitter.com/N8likfSmDN — BCCI (@BCCI) January 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement