શોધખોળ કરો
વન ડેમાં સતત 3 સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો કોહલી, જાણો કોણ-કોણ છે લિસ્ટમાં
1/5

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હાલ શાનદાર ફોર્મમાં પસાર થઈ રહ્યો છે. તેણે વન ડે કરિયરમાં વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે પુણેમાં રમાયેલી શ્રેણીની ત્રીજી વનડેમાં તેણે કરિયરની 38મી સદી ફટકારી છે. આ સાથે જ તે સતત ત્રણ વન ડે ઈન્ટરનેશલમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
2/5

વન ડેમાં સતત સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાના નામે છે. તેણે 26 જાન્યુઆરી 2015થી લઈ 11 માર્ચ, 2015 સુધી સતત 4 સદી ફટકારી હતી. સંગાકારાએ બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેંડ સામે આ કારનામું કર્યું હતું.
Published at : 27 Oct 2018 08:53 PM (IST)
View More





















