શોધખોળ કરો
Advertisement
WI vs IND: આજે 10 રન બનાવતા જ કોહલી તોડશે માર્કિટ ગપ્ટિલનો આ વિરાટ રેકોર્ડ
વિરાટ કોહલીએ ટી20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 67 મેચમાં 2263 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પાસે ટી20 ઇન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ બનાવવાની નજીક છે. આજે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 10 રન બનાવતા જ કેપ્ટ કોહલી ટી20માં સૌથી વધારે રન બનાવનારો બીજો ખેલાડી બની જશે. આ યાદીમાં વિરાટથી આગળ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ અને રોહિત શર્મા છે. 9 રન બનાવતા જ વિરાટ ગપ્ટિલની બરાબરી કરી લેશે અને 10 રન બનાવતા જ તેને પાછળ છોડી દેશે.
વિરાટ કોહલીએ ટી20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 67 મેચમાં 2263 રન બનાવ્યા છે. હાલનાં ફોર્મને જોતા વિરાટ કોહલી માટે આ આંકડો પાર કરવો કોઇ મુશ્કેલ કામ નથી. માર્ટિન ગપ્ટિલે 76 મેચોમાં 33.91ની સરેરાશથી 2272 રન બનાવ્યા છે. તે સૌથી વધુ ટી-20 ઇન્ટરનેશનલ રન બનાવવાની લિસ્ટમાં બીજા ક્રમાંકે છે. આ લિસ્ટમાં ટોપ ક્રિકેટરની વાત કરીએ તો ભારતીય ઓપનર રોહિત શર્મા 2331 રન સાથે પ્રથમ ક્રમાંક પર છે. તમને જણાવી દઇએ કે, ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટી-20 મેચ સેન્ટ્રલ બ્રોવર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમ ટર્મ ગ્રાઉન્ડ (લોડરહિલ) પર રમાશે.
ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઃ રોહિત શર્મા (ભારત): 2331 રન, માર્ટિન ગાપ્ટિલ (ન્યૂઝીલેન્ડ): 2272 રન, વિરાટ કોહલી (ભારત): 2263 રન, શોએબ મલિક (પાકિસ્તાન): 2263 રન, બૈંડન મૈકલમ (ન્યૂઝીલેન્ડ): 2140 રન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion