શોધખોળ કરો
રોહિત શર્મા-શિખર ધવનને ટેસ્ટમાં સામેલ ન કરવા પર વિરાટ કોહલીએ કર્યો BCCIનો બચાવ, જાણો શું કહ્યું....
1/3

જણાવીએ કે, વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર, કરૂણ નાયર અને બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. એશિયા કપમાં પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવનાર રોહિતને પણ ટીમમાંથી બહાર રાખવા પર દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે પણ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવા પર સવાલ ઉઠાવ્યા છે. ભારતીય સ્પિનર હરભજન સિંહને કરૂણને રમાડ્યા વગર જ ટીમમાંથી બહાર કરવા પર પસંદગીકારો પર નિશાન સાધ્યું હતું.
2/3

વિરાટે કહ્યું કે, અમે આ સીરીઝમાં બેન્ચમાર્ક સેટ કરવા માગીએ છીએ. કેટલાક યુવા ખેલાડીઓ ટોપ ઓર્ડરમાં આવે છે તો તેને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળે છે. મારા મતે યુવા ખેલાડીઓ માટે એક સારી તક છે. ઉલ્લેખનીય છે કે, સિલેક્ટરો પર ત્યારે સવાલ ઉઠ્યા લાગ્યા, જ્યારે બે મેચની સીરીઝ માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં કરૂણ નાયર અને એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મને તક આપવામાં ન આવીય. નાયરને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈપણ મેચમાં રમાડવામાં આવ્યો ન હતો.
Published at : 03 Oct 2018 02:22 PM (IST)
View More





















