શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા
કોહલીએ કપ્તાન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તેણે 86 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
કોલકાતા: ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 3 વિકેટે 167 રન કર્યા છે. અજિંક્ય રહાણે 19 રને અને વિરાટ કોહલી 56 રને રમી રહ્યા છે. કોહલીએ કપ્તાન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તેણે 86 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
આ અગાઉ કપ્તાન તરીકે સૌથી ઝડપી 5 હજાર રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડી રિકી પોન્ટિંગના નામે હતો. રિકી પોન્ટિંગે 97 ઇનિંગ્સમાં 5 હજાર રન બનાવ્યા હતા. તે બંને સિવાય ક્લાઈવ લોઇડ 106 ઇંનિંગ્સ, ગ્રેમ સ્મિથ 110 ઇનિંગ્સ, એલેન બોર્ડર 116 ઇનિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગ 130 ઇનિંગ્સમાં 5 હજાર રનનો આંક વટાવી ચૂક્યા છે. પુજારાએ આજે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 હજાર રન પૂરા કર્યા હતા. પૂજારાએ કરિયરની 24મી અડધી સદી ફટકારતા 55 રન કર્યા હતા.મયંક અગ્રવાલ 14 રને આઉટ થયો હતો. રોહિત શર્મા 21 રને આઉટ થયો હતો.Milestone Alert🚨: @imVkohli completes 5000 Test runs as #TeamIndia captain. @Paytm #PinkBallTest #INDvBAN pic.twitter.com/fu7fozfoUu
— BCCI (@BCCI) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement