શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી કહ્યુ- કોચ શાસ્ત્રીને એજન્ડા હેઠળ કરવામાં આવી રહ્યા છે ટ્રોલ
ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં 41ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા જે વર્તમાન કોચના ટીકાકારોને જડબાતોડ જવાબ છે.
નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીને સતત ટ્રોલ કરવા પાછળ કોઇ એજન્ડા ચાલી રહ્યો છે. કોહલીએ કહ્યું કે, ભારતીય કોચ એ ધારણાથી સૌથી ઓછા પ્રભાવિત છે કે તે કેપ્ટનની હામાં હા કરે છે. શાસ્ત્રીએ સાહસથી હેલ્મેટ વિના ઝડપી બોલરોનો સામનો કર્યો અને ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં 41ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા જે વર્તમાન કોચના ટીકાકારોને જડબાતોડ જવાબ છે.
કોહલીએ કહ્યું કે, મને લાગે છે કે તેમાંથી મોટાભાગની ચીજો એજન્ડાથી પ્રભાવિત છે અને હું જાણતો નથી કે કોઇ આવું કેમ કરી રહ્યું છે. પરંતુ આ પ્રકારે ખોટાને સ્વીકારવું એજન્ડાથી પ્રભાવિત છે.
કોહલીએ કહ્યું કે, ભાગ્યથી રવિ ભાઇ એવા વ્યક્તિ છે જે આ ચીજોથી બિલકુલ ચિંતા કરતા નથી. શાસ્ત્રીને 1985માં વિશ્વ સીરિઝ ક્રિકેટમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો. મુખ્ય કોચના સમર્થનમાં કોહલીએ આ તમામ તર્ક રાખ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement