શોધખોળ કરો
Advertisement
ટેસ્ટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન બનવાથી માત્ર એક જીત દૂર વિરાટ કોહલી, જાણો
ધોનીની કેપ્ટન તરીકે જીતની ટકાવારી 45 ટકા રહી છે. તેમાં તેની કેપ્ટન્સીમાં ભારતે 27 મેચ જીત્યા છે, 18 હારી છે અને 15 ડ્રો રહ્યા છે. બીજી બાજુ વિરાટ કોહલીની જીતની ટકાવારી 55.3ની છે.
નવી દિલ્હી: વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન બનવાથી માત્ર એક જીત દૂર છે. કોહલી જો શુક્રવારે વેસ્ટઇન્ડીઝ સામે શરૂ થવા જઇ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેતમાં જીત મેળવવામા સફળ રહેશે તો તે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (27 ટેસ્ટ મેચ)ના રેકોર્ડને તોડશે અને સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની જશે.
કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચ 318 રને જીત્યા બાદ ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. ધોની અને કોહલી બંને ભારતીય કેપ્ટન તરીકે અત્યાર સુધીમાં 27-27 મેચ જીતી ચુક્યા છે.
ધોનીની કેપ્ટન તરીકે જીતની ટકાવારી 45 ટકા રહી છે. તેમાં તેની કેપ્ટન્સીમાં ભારતે 27 મેચ જીત્યા છે, 18 હારી છે અને 15 ડ્રો રહ્યા છે. બીજી બાજુ વિરાટ કોહલીની જીતની ટકાવારી 55.3ની છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધીમા 47 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 27મા જીત મેળવી છે, 10 હાર અને તેટલી જ ડ્રો રહી છે.
ધોનીના 2014માં ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરીઝ 2-1થી જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement