Asia cup 2022: બાબર આઝમ પર વિરાટ કોહલીનું મોટુ નિવેદન, કહ્યુ- પાકિસ્તાની કેપ્ટન ત્રણેય ફોર્મેટમાં વર્તમાનનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ વચ્ચે સતત સરખામણી થતી રહે છે, પરંતુ હવે ખુદ વિરાટ કોહલીએ બાબર આઝમ પર મોટું નિવેદન આપ્યું છે.
Virat Kohli On Babar Azam: પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ વચ્ચે સતત સરખામણી થતી રહે છે, પરંતુ હવે ખુદ વિરાટ કોહલીએ બાબર આઝમ પર મોટું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીના જણાવ્યા અનુસાર, તે બાબર આઝમને પહેલીવાર ODI વર્લ્ડ કપ 2019 દરમિયાન મળ્યો હતો. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટને બાબર આઝમને કહ્યું હતું કે તમે વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેન છો. સાથે જ વિરાટ કોહલીએ કહ્યું કે બાબર આઝમ અને મારા વચ્ચે હંમેશા સારા સંબંધ રહ્યા છે.
ઇમાદ વસીમ અને બાબર આઝમને તેમના અંડર-19ના દિવસોથી જાણું છુઃ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું હતું કે હું વન-ડે વર્લ્ડ કપ 2019 દરમિયાન માન્ચેસ્ટરમાં બાબર આઝમને મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ઈમાદ વસીમ અને બાબર આઝમને અંડર-19ના દિવસોથી ઓળખું છું. વિરાટ કોહલીનું કહેવું છે કે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમમાં એક શાનદાર પ્રતિભા છે. તે હંમેશા શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે. બાબર આઝમનું ક્રિકેટ પ્રત્યેનું વલણ બદલાયું નથી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આશા વ્યક્ત કરી કે બાબર આઝમ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખશે અને યુવા ખેલાડીઓને પ્રેરણા આપતો રહેશે.
બાબર આઝમ શાનદાર ક્રિકેટ રમી રહ્યો છેઃ કોહલી
નોંધનીય છે કે તાજેતરમાં વિરાટ કોહલી અને બાબર આઝમનો એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટોમાં પૂર્વ ભારતીય કેપ્ટન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટા પછી વિરાટ કોહલીએ કહ્યું હતું કે બાબર આઝમ એક મહાન ખેલાડી છે અને તે શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે. હું બાબર આઝમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે.