શોધખોળ કરો
RCBની ટીમ આઈપીએલમાં કેમ ખિતાબ જીતવાથી ચૂકી જાય છે? વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો
બેંગલોરની ટીમ ત્રણ વખત આઈપીએલ ફાઈનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી એક પણ વખત ચેમ્પિયન નથી બની શકી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે વિશ્વમાં મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉન દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસન સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કર્યું. વિરાટ કોહલીએ આ દરમિયાન કહ્યું કે, તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ખિતાબ જીતવા માટે દાવેદાર છે. બેંગલોરની ટીમ ત્રણ વખત આઈપીએલ ફાઈનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી એક પણ વખત ચેમ્પિયન નથી બની શકી. કેપ્ટનનું માનવું છે કે તેની ટીમ ખિતાબ જીતવાની હકદારછે. તેણે ક્યું કે, “અમે ત્રણ વખત ફાઈનલમાં પહોંચ્યા, પરંતુ જીતી ન શક્યા. અમે ખિતાબ જીતવાની હકદાર છીએ.” વિરાટ કોહલીએ કહ્યું, “બેંગલોરમાં સ્ટાર ખેલાડીઓ વિશે ઘણી વાતો કરવામાં આવે છે અને તેનાથી લોકોની આશા વધી જાય છે. પરંતુ તેનાથી વધારે દબાણ પણ વધે છે અને અમારે તેનો આનંદ લેવાની જરૂરત છે.” ઉપરાંત વિરાટ કોહલીએ એ પણ કહ્યું કે, તેને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોની અને આરસીબીએના તેના સહયોગી ડિવિલિયર્સ સાથે બેટિંગ કરવાનું વધારે પસંદ છે. વિરાટે કહ્યું કે, આ બન્ને ખેલાડી એવા છે જે બેટિંગ દરમિયાન તેની સાથે ઝડપથી દોડી શકે છે. મદદ માટે આગળ આવ્યો કોહલી વિરાટ કોહલી કોરોના વાયરસના કહેરથી બચવા માટે ફેન્સને સાવધાની રાખવાનો વીડિયો મેસેજ શેર કરતા રહે છે. ઉપરાંત વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં પીએમ કેર ફંડમાં દાન આપવાની પણ જાહેરાત કરી છે.
વધુ વાંચો





















