શોધખોળ કરો
શું વર્લ્ડકપ પછી ધોની નિવૃત્તી લઈ લેશે? વિરાટ કોહલીએ આપ્યો આ જવાબ
કોહલીને પુછવામાં આવ્યું કે શું મહેન્દ્ર સિંહ ધોની વિશ્વ કપ પછી નિવૃત્તી લેશે? આ વિશે કોહલીએ કહ્યું કે, “હું નિશ્ચિત રીતે કંઇપણ કહેવાનો નથી.
![શું વર્લ્ડકપ પછી ધોની નિવૃત્તી લઈ લેશે? વિરાટ કોહલીએ આપ્યો આ જવાબ virat kohli says he is not sure about mahendra singh dhoni retirement plan after world cup શું વર્લ્ડકપ પછી ધોની નિવૃત્તી લઈ લેશે? વિરાટ કોહલીએ આપ્યો આ જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/09074415/dhoni-virat-kohli.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની સંયુક્ત યજમાનીમાં રમાઇ રહેલા આઈસીસી વિશ્વ કપ 2019 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. વિશ્વ કપની પ્રથમ સેમિફાઇનલ 9 જુલાઈએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મુકાબલા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મીડિયા સાથે વાત કરી હતી.
આ દરમિયાન વિરાટ કોહલીએ સેમિફાઇનલ મેચ સાથે જોડાયેલા ઘણા સવાલોનો જવાબ આપ્યા હતા. આ સિવાય જ્યારે કોહલીને પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'મને વિશ્વાસ છે કે ધોની વિશે તમે કોઈને પૂછશો તો ખાસ વાત સાંભળવા મળશે. વિશેષ રૂપથી જેણે તેની આગેવાનીમાં રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિ આટલું કરે તો તેનું સન્માન કરવું જોઈએ. તેણે જે પણ કર્યું છે અમે તેના આભારી છીએ.'
કોહલીને પુછવામાં આવ્યું કે શું મહેન્દ્ર સિંહ ધોની વિશ્વ કપ પછી નિવૃત્તી લેશે? આ વિશે કોહલીએ કહ્યું કે, “હું નિશ્ચિત રીતે કંઇપણ કહેવાનો નથી. હું ચોક્કસ રીતે કહી શકું છું કે તમે જો ખાસ કરીને તેમની કેપ્ટનશિપમાં કરિયરની શરૂઆત કરનારા ખેલાડીઓને પુછશો તો તેમની પાસે તેમના વિશે ઘણી વાતો હશે.” તેણે કહ્યું કે, “અમે તેમના નેતૃત્વમાં અમારા કેરિયરની શરૂઆત કરી અને આ અહેસાસ આજે પણ બદલાયો નથી. તેમણે અમને તક આપી, અમારા પર ભરોસો રાખ્યો, જેના માટે અમે હંમેશા તેમનું સમ્માન કરીશું અને કરતા રહીશું.”
વિરાટે વધુમાં કહ્યું કે, “ધોનીએ ટીમમાં ટ્રાંજેશનનાં સમયમાં શાનદાર ભૂમિકા નીભાવી. આજે અમે તે ટીમનો મુખ્ય ભાગ છીએ, જે આ સમયમાં લીડ કરી રહ્યો છે. તેઓ કેપ્ટન રહ્યા છે અને હવે મારી કેપ્ટનશિપમાં રમી રહ્યા છે, પરંતુ તેમની રમતથી ક્યારેય એવું નથી લાગતુ. તેઓ મને નિર્ણય લેવાની આઝાદી આપે છે. સાથે જ જ્યારે પણ હું તેમને પુછુ છું તો તેઓ તરત જ સલાહ આપે છે. કુલ મળીને તે એવા ખેલાડી છે, જેના વિશે તમે કેટલું પણ કહો ઓછું છે.”
![શું વર્લ્ડકપ પછી ધોની નિવૃત્તી લઈ લેશે? વિરાટ કોહલીએ આપ્યો આ જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/09074421/Kohli-Dhoni-Bishan-Singh-Bedi-3.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)