શોધખોળ કરો
વિરાટ કોહલી ટી20માંથી લઈ લેશે નિવૃત્તિ? કહ્યું- છેલ્લા 9 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં રમું છું અને હવે.....
વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝના પ્રથમ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું કે, તે આગામી ત્રણ વર્ષ સુધી ત્રણેય ફોર્મેટમાં સતત ક્રિકેટ રમતા હેશે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશ્નવા એવા ખેલાડીમાંથી એક છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમી રહ્યા છે. એવામાં ખેલાડી ઉપર માનસિક અને શારીરિક દબાણ રહે છે કે તેમે ઓછામાં ઓછા બે ફોર્મેટમાં સારું અને અન્ય ફોર્મેટમાં ઠીક ઠીક પ્રદર્શન કરવાનું છે, કારણ એક એક ફોર્મેટ બાદ બીજા ફોર્મેટમાં રમવાનું મુશ્કેલ હોય છે. ત્યારે વિરાટ કોહીલએ નિવૃત્તિના પોતાના પ્લાન વિશે નિવેદન આપ્યું છે.
31 વર્ષના વિરાટ કોહલીએ કહ્યું તે તે છેલ્લા 9 વર્ષથી સતત ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે, અને ટી20) રમી રહ્યા છે. ત્યારે તેણે એ પણ જણાવ્યું કે, તે ક્યાં સુધી ત્રણે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે રમતા રહેશે. વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝના પ્રથમ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું કે, તે આગામી ત્રણ વર્ષ સુધી ત્રણેય ફોર્મેટમાં સતત ક્રિકેટ રમતા હેશે.
વિરાટ કોહલીએ કહ્યું કે થાક અને વર્કલોડ મેનેજમેન્ટના મામલા પર ચર્ચા કરવાની જરૂરત છે. કોહલીએ કહ્યું કે તે કોઇ એવી ચર્ચા નથી જેને તમે કોઇપણ રીતે છુપાવી શકો. તેણે કહ્યું કે તે આશરે 8 વર્ષથી વર્ષના 300 દિવસ રમી રહ્યો છે. જેમા યાત્રા અને અભ્યાસ સત્ર પણ સામેલ છે. વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે જ્યારે તે 34-35 વર્ષનો થશે અને શરીર વધારે ભાર નહી સંભાળી શકે તો તે અલગ વાતચીત કરશે. પરંતુ આગામી બે-ત્રણ વર્ષ સુધી તેણે ત્રણ ફોર્મેટથી કોઇ પરેશાની નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement