(Source: ECI/ABP News/ABP Majha)
કોહલી-રોહિત શર્મા સામસામે, કોહલીએ રોહિતના હાથ નીચે રમવાનો ઈન્કાર કરી દીધો ? ટીમમાંથી ખસી જવા શું આપ્યું કારણ ?
ભારતીય ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જાય એ પહેલાં જ ટીમ ઈન્ડિયામાં જૂથવાદ વકર્યો છે. ભારતે આ સીરિઝ માટે ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને વન ડે ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરી છે.
રોહિત શર્મા ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ છે ત્યારે ટેસ્ટ સિરિઝમાંથી રોહિત શર્મા ટ્રેનિંગ કેમ્પમાં થયેલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. સામે વિરાટ કોહલીએ અંગત કારણસર વન ડે સિરિઝમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં સૂત્રોના મતે, કોહલી રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમવા તૈયાર નહીં હોવાથી વન ડે સીરિઝમાંથી ખસી ગયો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ છે. કોહલીએ બોર્ડને એવુ કારણ આપ્યુ છે કે, 11 જાન્યુઆરીએ મારી દીકરી વામિકાનો પહેલો બર્થ ડે છે અને તેને હું પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માંગુ છું. કોહલી ત્રીજી ટેસ્ટ બાદ પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે તેવુ કારણ રજૂ કરાયુ છે પણ ભારતીય ટીમ માટે આ સારા સંકેત નથી.
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો