કોહલી વિન્ડીઝ સામેની વન-ડે શ્રેણી પછી કહ્યું હતું કે જાડેજાએ ટેસ્ટ મેચોમાં પણ બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે રમતને સારી રીતે જાણે છે. તેણે ઘણી મહેનત કરી છે ખાસ કરીને સફેદ બોલથી.
2/4
જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ અને પાંચમી વન-ડેમાં 9.5 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ઓલરાઉન્ડરની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ટીમ પાસે એકથી વધારે ઓલરાઉન્ડર હોય તો ટીમને ફાયદો મળી શકે છે.
3/4
છેલ્લા ઘણા સમયથી હાર્દિક પંડ્યાએ આ સ્થાન ભરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હાલમાં તે ઈજાગ્રસ્ત હોઈ ટીમમાંથી બહાર છે. તેની ગેરહાજરીમાં જાડેજાને તક મળી હતી અને તેનો તેણે ભરપુર ફાયદો ઉઠાવ્યો હતો. જોકે તે બધા ફોર્મેટમાં ચાલી શકે તે એક મોટો સવાલ છે.
4/4
નવી દિલ્હીઃ જેમ જેમ ક્રિકેટ વર્લ્ડ કપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમમાં કોનો સમાવેશ થશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. સિલેક્ટર્સથી લઈને ટીમના કેપ્ટન સુધી અને કોચથી લઈને બીસીસીઆઈ સુધી, બધા ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓની શોધમાં લાગી ગયા છે. ટીમ ઇન્ડિયામાં હાલમાં ઓલરાઉન્ડરમાં કોનો સમાવેશ કરવો તેને લઈને ચર્ચા ચાલી રહી છે. જેમાં સૌથી વધારે ચર્ચા રવીન્દ્ર જાડેજાની થઈ રહી છે.