શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ધોની માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ? વિરાટ કોહલીએ કર્યો મોટો ઈશારો
શિખર અને રોહિત સાથે બેટિંગ કરશે જયારે કેએલ રાહુલ ત્રીજા નંબરે રહેશે. જેનો સીધો અર્થ થાય છે કે ધોનીની જગ્યાએ બીજા ખેલાડીની ભરપાઈ કરવાની તૈયારી મેનેજમેન્ટે કરી લીધી છે.
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની ગત વર્ષે જુલાઈ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જોકે તે પોતાની નિવૃત્તિના સમાચારો પણ મૌન છે. માનવામાં આવે છે કે ધોની ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં શરુ થનાર ટી-20 વર્લ્ડ કપમાં રમશે. જોકે ન્યૂઝીલેન્ડ સામેના પ્રવાસમાં ધોનીનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો નથી. બીજી તરફ કેપ્ટન વિરાટ કોહલીએ પણ મોટો ઇશારો કરી દીધો છે કે ધોની માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા છે.
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયા પહેલાં ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ ત્રણ મેચની વન ડે સીરીઝ રમવાની છે. સીરીઝનો પહેલો મુકાબલો 14મી જાન્યુઆરીએ રમવામાં આવશે. વિરાટ કોહલીએ પહેલાં જ સંકેત આપ્યા હતા કે શિખર ધવન અને કેએલ રાહુલ બંનેને પ્લેયિંગ ઈલેવનમાં મોકો આપવા માટે પોતે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે.
સ્પષ્ટ છે કે, શિખર અને રોહિત સાથે બેટિંગ કરશે જયારે કેએલ રાહુલ ત્રીજા નંબરે રહેશે. જેનો સીધો અર્થ થાય છે કે ધોનીની જગ્યાએ બીજા ખેલાડીની ભરપાઈ કરવાની તૈયારી મેનેજમેન્ટે કરી લીધી છે. મહેન્દ્ર સિંહ ધોની જે ક્રમ પર રમતા તે ક્રમને મજબુત કરવા મેનેજમેન્ટ તૈયારી કરી રહ્યું છે. જે બાદ આશા ખુબ ઓછી છે કે ધોની હવે ટીમ ઈન્ડિયા માટે રમતા દેખાશે.
ઓસ્ટ્રેલીયા સામે વન ડે રમતા પહેલાં કોહલીએ કહ્યું કે 'જુઓ સારી ફોર્મમાં ચાલી રહેલો બેટ્સમેન હંમેશા ઉપયોગી રહે છે. આ વાતની સંભાવના છે કે રોહિત શર્મા, કેએલ રાહુલ અને શિખર ધવન ત્રણેય રમે. જોવાનું એ રહે છે કે અમે ક્યા સંયોજન સાથે મેદાન પર ઉતરીએ છે' જ્યારે વિરાટને પોતાનો ક્રમ નીચે કરવા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ વિષય પર ખુશી જતાવી.
ભારતીય કેપ્ટને કહ્યું હતું કે હા, આ મોટી જવાબદારી છે. મને આમ કરવામાં ઘણો આનંદ થશે. હું આ વાતને લઈને વધારે ચિંતિત નથી કે હું કયા ક્રમે રમીશ. મને પોતાના બેટિંગ ક્રમને લઈને સહેજ પણ અસુરક્ષા નથી. ટીમનો કેપ્ટન હોવાના નાતે આ મારી જવાબદારી છે કે ખેલાડીઓનું ભાવી દળ પણ તૈયાર રહે. બની શકે કે ઘણા લોકો આવું ના વિચારે પણ એક કેપ્ટન તરીકે તમારી જવાબદારી ફક્ત વર્તમાન ટીમ પ્રત્યે જ નથી હોતી પણ આગામી દળ પ્રત્યે પણ હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion