શોધખોળ કરો
કોહલીની 36મી વન-ડે સદીથી બન્યા આ રેકોર્ડ, હવે ફક્ત પોન્ટિંગ જ આગળ
1/3

કેપ્ટન તરીકે પોન્ટિંગે 22 વન-ડે સદી ફટકારી છે. આ સાથે હવે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ વન-ડે સદી ફટકારનારા કેપ્ટનોની યાદીમાં કોહલી બીજા નંબર પર પહોંચી ગયો છે. વન-ડેમાં કોઇ પણ ટાર્ગેટને સફળતાપૂર્વક પીછો કરતા કોહલીની આ 22મી સદી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ કોહલીની 66મી સદી હતી. 300થી વધુ રનના ટાર્ગેટને ચેઝ કરતા આ કોહલીની 9મી વન-ડે સદી છે.
2/3

ગુવાહાટીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વન-ડેમાં તોફાની અંદાજમાં સદી લગાવી હતી. વન-ડે કરિયરની કોહલીની આ 36મી સદી હતી. ભારતીય કેપ્ટન તરીકે કોહલીની આ 14મી સદી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ વન-ડે સદી ફટકારવા મામલે કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો છે.
Published at : 22 Oct 2018 08:30 AM (IST)
View More





















