શોધખોળ કરો
Advertisement
બાઈડેનના હાથે મળેલી હાર પર ટ્રંપને સેહવાગે કર્યા ટ્રોલ, જણાવ્યું કે, શા માટે તેમને યાદ કરશે?
જો બાઈડેને શનિવારે રિપબ્લિકન ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને હરાવી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમણે 290 ઈલેક્ટોરલ વોટ મેળવ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો અમેરિકાના ઈતિહાસમાં 78 વર્ષની વયના સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનશે.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને જો બાઈડેન વિરુદ્ધ મળેલી હાર બાદથી જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટ્રંપને મળેલી હાર પર મશ્કરી કરી છે.
સેહવાગનું કહેવું છે કે, તેઓ ટ્રંપની કૉમેડીને ખૂબજ યાદ કરશે. સેહવાગે ટ્રંપની ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, “આપણાવાળા બરાબર જ છે, ચાચા ની કૉમેડી યાદ આવશે.”
સહેવાગ સિવાય વિશ્વના કેટલાક ખેલાડીઓએ પણ અમેરિકી ચૂંટણી પર ટિપ્પણી કરી છે. અમેરિકાના ફુટબોલ ખેલાડી મેગન રેપીનોએ લખ્યું કે, “ભાવી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને મેડમ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અભિનંદન.” એનબીએના સુપર સ્ટાર લેબ્રોન જેમ્સે એક વીડિયો ટ્વિટ કરી છે. જેમાં તે સિગાર પી રહ્યો છે. તેની સાથે તેણે મોર ધેન અ વોટની લિંક પણ શેર કરી છે. આ તે કેમ્પેઈન હતું જે તેમણે અશ્વેત વોટરોની તાકાત બતાવવા માટે શરુ કર્યું હતું. બે વખત ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બાઈડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. જ્યારે ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનશે.Apne waale same hi hain.
Will miss Chacha ki Comedy. #USElection2020 pic.twitter.com/yHiOKjMzuR — Virender Sehwag (@virendersehwag) November 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion