(Source: ECI/ABP News/ABP Majha)
સ્ટાર પ્લેયરનુ અપમાન, ઓસ્ટ્રેલિયામાં નોવાક જોકોવિચનુ થયુ અપમાન, જાણો શું છે મામલો
નોવાક જોકોવિચે વિઝા રદ્દ થવાના મામલાને કાયેદસર રીતે પડકાર્યો છે, અને પોતાની સાથે અપમાન અને અન્યાય થયો હોવાની વાત કહી છે
Visa Controversy : નોવાક જોકોવિચઃ કોરોના મહામારી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં 17મી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત થઇ રહી છે. પરંતુ શરૂઆત પહેલા જ આ ટૂર્નામેન્ટ વિવાદોમાં ઘેરાઇ છે. દુનિયાના નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચનો વિઝા રદ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
નોવાક જોકોવિચે વિઝા રદ્દ થવાના મામલાને કાયેદસર રીતે પડકાર્યો છે, અને પોતાની સાથે અપમાન અને અન્યાય થયો હોવાની વાત કહી છે. 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક બુધવારે મેલબોર્ન પહોંચ્યો હતો, પરંતુ તેને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યો નહોતો. તેને પહેલા કેટલાક કલાકો માટે એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો હતા, પછી પ્રવેશ સંબંધિત જરૂરી દસ્તાવેજોના અભાવે તેના વિઝા રદ કરવામાં આવ્યા હતા.
ખરેખરમાં દુનિયાના નંબર વન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયમાં વેક્સીન સ્ટેટસ ના બતાવાતા એન્ટ્રી નથી મળી, જેના કારણે હવે ગિન્નાયેલા આ સ્ટારે મોટુ પગલુ ભર્યુ છે, તે વિઝા ના મળવાને લઇને હવે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી છે.
ખાસ વાત છે કે આગામી 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આ ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેવા માટે ખેલાડીઓ મેલબોર્ન પહોંચવાનું શરૂ કરી દીધું હતું. વિશ્વનો નંબર વન અને 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચ (Novak Djokovic) પણ બુધવારે મેલબોર્ન પહોંચ્યો હતો, પરંતુ તેને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યો ન હતો. પોતાની સાથે કરવામાં આવેલા આ વર્તનથી નોવાક જોકોવિચ ગિન્નાયો હતો, અને તેને હવે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનનો વર્તમાન ચેમ્પિયન છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તેને વિશેષ તબીબી છૂટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........